જીતની ઉજવણી:ગાંધીનગર પાલિકા અને પેટાચૂંટણીમાં મળેલી જીતની ઉજવણી સુરતમાં, કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મિઠાઇ ખવડાવી

સુરત2 મહિનો પહેલા
ભાજપની જીત થતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ.
  • ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપડા સાફ કરતા ઉજવણી

છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગર રાજકીય અખાડો બન્યો હતો. ગાંધીનગર ખાતે હંમેશાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ એડીચોટીનું જોર લગાવીને મહાનગર પાલિકાને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો હતો. ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપડા સાફ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં મળેલી ભવ્ય જીતની ઉજવણી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. સુરતમાં કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મિઠાઇ ખવડાવી હતા

પક્ષને મળેલી સફળતાની ઉજવણી કરી
ગાંધીનગર મહાનગર પાલિકામાં મળેલી ભવ્ય જીતની ઉજવણી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉધના ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સુરત શહેર ભાજપના પ્રમુખ તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ એકત્રિત થઈને પોતાના પક્ષને મળેલી સફળતાની ઉજવણી કરી હતી. કમલમ ખાતે ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

મહિલા કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઇ ખવડાવી.
મહિલા કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઇ ખવડાવી.

ગુજરાતની પ્રજાનો સાથ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જ
ભાજપના શહેર પ્રમુખ ઝાંઝમેરાએ જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ રાજ્યની અન્ય પેટાચૂંટણીની અંદર ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારો દેખાવ કર્યો છે. ગુજરાતની પ્રજાનો સાથ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જ રહે છે અને આ વખતે પણ પેટાચૂંટણીઓમાં અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ભાજપમાં વિશ્વાસ રાખ્યો છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છે અને આજે કમલમ ખાતે અમે તેની આનંદભેર ઉજવણી કરી રહ્યા છે.

મહિલાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા.
મહિલાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા.
અન્ય સમાચારો પણ છે...