તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જહાંગીરપુરાના કોલ સેન્ટરના ભાગેડુ મુખ્ય સૂત્રધાર વિક્કીની ધરપકડ કરાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફોરેક્ષમાં રોકાણના નામે ગેરકાયદે કોલસેન્ટર ચલાવાતું હતું
  • વર્ષ 2019માં પીસીબીના દરોડામાં 19 લોકો ઝડપાયા હતા

વર્ષ 2020ના ઓગષ્ટમાં જહાંગીરપુરાના ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં પીસીબીએ દરોડો પાડીને ફોરેક્ષના નામે લોકો પાસે રોકાણ કરાવી ગેરકાયદે ચલાવાતા કોલસેન્ટર પર દરોડો પાડીને 19 લોકોને ઝડપી પાડયા હતા. જેમાં મૂળ વેરાવળનો અને હાલ માેરાભાગળના વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતો 29 વર્ષીય મુખ્ય સુત્રધાર વિકાસ ઉર્ફે વિક્કી પ્રકાશ મહેતા અને તેની બહેન નેહા ભાગી છૂટ્યા હતા. આ કેસમાં સુરત સહિત રાજકોટમાં પણ આરોપી સામે ગુનો નોંધાયો હતો. જેમાં અઠવાડિયા પહેલાં રાજકોટ પોલીસે આરોપી વિકાસને ઝડપી પાડ્યો હતો.રાજકોટથી પીસીબીએ આરોપી વિકાસ ઉર્ફે વિક્કા મહેતાને સુરત લાવી તેનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો હતો.

વર્ષ 2020ના ઓગષ્ટમાં જ્યારે પીસીબીએ ગ્રીન એરિસ્ટો પ્લાઝા પર દરોડો પાડયો હતો ત્યારે ગેરકાયદે કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર વિકાસ ઉર્ફે વિક્કી મહેતા અને તેની બહેન નેહા બંને કોઇકની મરણવિધીમાં જવા નીકળ્યા હોવાથી પોલીસના હાથે આવ્યા ન હતા. કોલ સેન્ટરમાંથી 6 યુવતીઓ સહિત 19 લોકોને પકડાયા હતા. જેમાં વિક્કીની માસીનો દીકરો જયેશ વાઘેલા પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પીસીબી વિકાસ અને નેહાને શોધવા મુંબઇ પણ ગઇ હતી પરંતુ તે હાથમાં આવ્યા ન હતાં.

વિક્કીને 3 દિવસના રિમાન્ડ પર મોકલાયો
પીસીબીએ રાજકોટ પોલીસથી કબજો લઇને આરોપી વિકાસ ઉર્ફે વિક્કીને સુરત લઇ આવી હતી. જેમાં જહાંગીરપુરા પોલીસે આરોપી વિકાસ મહેતાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા તેને 3 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આ‌વ્યો હતો. રિમાન્ડમાં તેની સાથે અન્ય કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં કયા કયા રોકાયો આ તમામ પાસાઓની પોલીસ તપાસ કરશે. જયારે તેની બહેન નેહા મહેતાની ધરપકડ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...