• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • VHP Submits Application To Surat Collector To Stop Atrocities Against Hindus In Bangladesh And Protect Their Human Rights

વિરોધ:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારો રોકવા તેમજ તેમના માનવ અધિકારોને રક્ષા માટે VHPએ સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું

સુરતએક મહિનો પહેલા
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો સાથે થતાં અત્યાચારને રોકવાની માગ કરાઈ હતી.
  • બાંગ્લાદેશમાં 150 જેટલા દુર્ગા પૂજા માટે તૈયાર કરાયેલા મંડપને તોડી પાડવામાં આવ્યા હતા

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી હિન્દુઓ પર સતત વિધર્મીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. વિશેષ કરીને બાંગ્લાદેશની અંદર હિંદુઓ અને શીખો ઉપર છેલ્લા ઘણા દિવસોથી જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે. ઘણા લોકો મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અલ્પસંખ્યકોની બાંગ્લાદેશની અંદર સુરક્ષા થાય તે હેતુથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી પોતાની વાત પહોંચાડવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી આવેદનપત્ર પહોંચાડવા ક્લેક્ટરને અરજ કરાઈ હતી.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી આવેદનપત્ર પહોંચાડવા ક્લેક્ટરને અરજ કરાઈ હતી.

દુર્ગા પૂજામાં હિંસા
નવરાત્રિ દરમિયાન અંદાજે 150 જેટલા દુર્ગા પૂજા માટે તૈયાર કરાયેલા મંડપને તોડી પાડવામાં આવ્યા હતા. 22 કરતા વધુ જિલ્લાઓની અંદર સતત હિંસક ઘટનાઓ બની રહી છે. ઢાંકામાં આવેલી ઢાંકેશ્વરી દેવીનું મંદિર, લાંબા હરિ મંદિર, કાલે મંદિર સાત જેટલા મંદિરોની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. મહિલાઓ અત્યારના ભોગ બની રહી છે. હિન્દુ મહિલાઓ સાથે બળાત્કાર, હત્યા, લૂંટફાટ અને આગચંપી જેવા અનેક હિંસક બનાવો બની રહ્યા છે.

ક્લેક્ટરને આવેદનપત્ર આપી માનવ હિતોના રક્ષણ કરવા હાકલ કરાઈ હતી.
ક્લેક્ટરને આવેદનપત્ર આપી માનવ હિતોના રક્ષણ કરવા હાકલ કરાઈ હતી.

હિન્દુઓના રક્ષણની માગ
વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેર ઉપપ્રમુખ દિપક આફ્રિકાવાલાએ જણાવ્યું કે હિન્દુઓ બાંગ્લાદેશ ની અંદર અલ્પ સંખ્યામાં છે. તેથી સમયાંતરે તેમના ઉપર જીવલેણ હુમલો આવો, મહિલાઓ મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવો, હત્યાના અનેક બનાવો, મંદિરની અંદર તોડફોડ જેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અમે આવેદનપત્રમાં માંગ કરી છે કે, અલ્પસંખ્યક હિન્દુ અને શીખની સુરક્ષા કરવામાં આવે તેમને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે, જેમણે હિંસક હુમલાઓ કર્યા છે. તેમને શોધીને કાયદેસરની કાર્યવાહી કરી સજા આપવામાં આવે. હિન્દુઓના માનવ અધિકારોનું રક્ષણ કરવામાં આવે એ પ્રકારે માંગ કરી છે.