તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વેસુના યુવકે સગાઇ બાદ તરુણી સાથે શરીર સંબંધ બાંધી લગ્નનો ઇન્કાર કર્યો, રેપનો ગુનો દાખલ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાલગેટ વિસ્તારમાં હિંદુમાંથી મુસ્લિમ ધર્મ અંગિકાર કરનાર કરનાર યુવકે તરૂણી સાથે સગાઈ કર્યા પછી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવકે લગ્નનો ઇનકાર કરતા તરુણીએ તેના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર લાલગેટ વિસ્તારમાં રહેતી 17 વર્ષિય આયેશા( નામ બદલ્યું છે)ની સગાઈ થોડા મહિના પહેલા આરોપી જૈમીન અશોક ઉર્ફ મોહમદ અરહાન (રહે.સંગાથ રેસીડેન્સી,વેસુ)સાથે થઈ હતી. જૈમીન વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.સગાઈ બાદ બંને એકબીજાને મળતા હતા. ત્રણેક મહિના પહેલાં જૈમીને આયેશાને પોતાના ઘરે લઈ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. પછી જૈમીને આયેશા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.જૈમીન મૂળ હિંદુ છે પરંતુ તેને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો છે. લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...