ઘરપકડ:સિંગાપોરમાં નોકરીની લાલચ આપી બે યુવકો પાસેથી 10.50 લાખ પડાવનાર વેસુનો નદીમ શેખ પકડાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિંગાપોરમાં દોઢ લાખના પગાર વાળી નોકરીની લાલચમાં બે યુવકોએ 10.50 લાખ ગુમાવ્યા હતા. આ ગુનામાં અડાજણ પોલીસે નદીમ હનીફ શેખ(37)(રહે,નંદ એન્કેલવ, વેસુ, મૂળ રહે,મીરારોડ,મુંબઈ)ની શનિવારે ધરપકડ કરી છે. મુંબઈનો મસુદ આલમ સિદ્દીકી ફરાર છે. ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા મનીષ દુબે અને બિલ્ડરને ત્યાં નોકરી કરતા મનોજ રાણાએ 10.50 લાખમાંથી અમુક રકમ કપડાની દુકાનમાં નદીમને અને બાકીની ઓનલાઇન મસુદને ટ્રાન્સફર કરી હતી. નદીમ સુરતમાં કપડાની દુકાનમાં કામ કરતો તે વખતે બંનેની ઓળખ થઈ હતી. નદીમે બંનેને સિંગાપોર ની હોટેલમાં દોઢ લાખ પગારની વાત કરી તેના માટે વ્યકિત દીઠ 5 થી 5.50 લાખ લેવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...