તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:વેસુના બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્નીના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી રેપ કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીએ કોન્ટ્રાક્ટરની પત્ની સાથે ઘનિષ્ઠતા કેળવી તેણીને ઘેની પીણું પીવડાવ્યું
  • પુણા પોલીસે આરોપીને પકડવાનંદની-3 પર દરોડો પાડ્યો પરંતુ તે ભાગી છૂટયો

વેસુના 37 વર્ષીય બિલ્ડરે પુણામાં રહેતા કોન્ટ્રાક્ટરની 31 વર્ષીય પત્નીને ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવીને તેના નગ્ન ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની તેમજ તેના પતિ અને સંતાનોને મારી નાખવાની ધમકી આપી બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્ની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ આરોપી બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ આપતા પુણા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. વેસુ નંદની-3માં રહેતા 37 વર્ષીય બિલ્ડર જીગર વિજય મહેતાની શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાંધકામ સાઇટ ચાલે છે.

જીગરે સરથાણાની સાઇટનું કામ પુણામાં રહેતા કોન્ટ્રાક્ટર મનસુખ( નામ બદલ્યું છે)ને આપ્યું હતું. વ્યવસાયિક કામથી જીગર અવાર-નવાર મનસુખના ઘરે આવતો હતો. આ દરમિયાન જીગરે મનસુખની પત્ની રંજના(નામ બદલ્યું છે) સાથે પણ પરિચય કેળવી લીધો હતો. જીગરે મનસુખના ફોનમાંથી રંજનાનો નંબર મેળવી તેને ગુડ મોર્નિંગ અને ગુડનાઇટના મેસેજ મોકલતો હતો.

વર્ષ 2019માં એક દિવસે રંજના જ્યારે ઘરે એકલી હતી ત્યારે જીગર ત્યાં પહોંચી ગયો હતો. એ સમયે જીગરે ઘેનયુક્ત કોલ્ડ્રિંક પીવડાવતા રંજનાને ચક્કર આવ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી. થોડાક દિવસ બાદ જીગરે રંજનાને તેના નગ્ન ફોટા બતાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ આરોપી જીગર રંજનાને આ રીતે બ્લેકમેલ કરીને ઓયો રૂમ્સ હોટલ, શગુન, કેનાલ રોડ વેસુ, હોટલ કાસા બ્લાન્કા,ગ્રીન સિગ્નેચર, શોપર્સ, વેસુ,રીપલ મોલ, પિપલોદ, ઇ સ્પેસ ઓયો રૂમ્સ,વેસુ ખાતે લઇ જઇ તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. રંજનાએ જીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પુણા પોલીસે મંગળવારે રાત્રે જીગરને પકડવા તેના ઘરે જતા તે ભાગી છૂટ્યો હતો.

વીડિયોકોલ કરી પતિ વિરુદ્ધ ભડકાવતો
આરોપી જીગરે રંજના સાથેના સંબંધો ઘનિષ્ઠ બનતા તેણીને વીડિયોકોલ કરી તેની સાથે લાંબી લાંબી વાતો કરતો. આ વાતો દરમિયાન જ જીગર રંજનાને તેના પતિ મનસુખ વિરુદ્ધ ભડકાવતો હતો. જેના કારણે રંજના અને મનસુખ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...