સુરતમાં સામૂહિક દીક્ષાની તૈયારી:વેસુમાં 4 લાખ સ્કવેર ફૂટમાં અધ્યાત્મનગરી બની, એકસાથે 74 મુમુક્ષુઓ દીક્ષા લઈ સંયમના માર્ગે પ્રયાણ કરશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્સવના છેલ્લા બે દિવસ ફ્રી બસ સેવા અપાશે, જેમાં ઘરથી વેસુના ઉત્સવ સ્થળ સુધી બસ લઇ જશે અને મૂકી જશે. - Divya Bhaskar
ઉત્સવના છેલ્લા બે દિવસ ફ્રી બસ સેવા અપાશે, જેમાં ઘરથી વેસુના ઉત્સવ સ્થળ સુધી બસ લઇ જશે અને મૂકી જશે.
  • 29મીએ 74 મુમુક્ષુઓ દીક્ષા લઈ સંયમના માર્ગે જશે, 10 હજાર ઘરોમાં અનુકંપા કિટ અપાશે

શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં, ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મના મહાનાયક સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજીની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે 29 નવેમ્બરે 74 સામૂહિક દીક્ષા મસામહોત્સવની ઉજવણી કરાશે.

આ કાર્યક્રમ અંતર્ગત 4 લાખ સ્કવેર ફૂટમાં વેસુના બલર હાઉસમાં અઘ્યાત્મ નગરીનું નિર્માણ કરાયું છે. જેમાં 1.10 લાખ સ્કવેર ફિટમાં દિક્ષાનો મંડપ બનશે. એ સાથે જ 50 હજાર લોકોની બેસાડીને સાધર્મિકભક્તિ થઈ શકે તેવી એક બીજી નગરી પણ બની રહી છે.

છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે ૫૫ જેટલી વિવિધ કમિટી બનાવાઈ છે અને 500 જેટલા અધ્યાત્મ પરિવારના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે ઉતારાની વ્યવસ્થા કરાઈ છે. દિક્ષાર્થીઓનાં અંતિમ વાયણામાં દિક્ષાર્થીઓ લોકો દ્વારા આપવામાં આવેલી સાકરનું પાણીથી અંતિમ વાયણા કરશે. પરિવાર સિવાય મોટાભાગે આ લાભ કોઈને મળતો નથી પણ સુરતમાં પહેલીવાર અન્ય લોકોને પણ આ રીતે દિક્ષાર્થીઓને વાયણું કરાવવાનો લાભ મળશે.

25મી નવેમ્બરથી ત્રણ દિવસ સાકર સ્વીકારવામાં આવશે અને સાકર આપનારને સ્મૃતિભેટ અપાશે. અંદાજીત 15થી 20 હજાર લોકો સાકર અર્પણ કરશે. 10 હજાર ઘરોમાં જરૂરિયાતમંદોને અનુકંપા કિટનું વિતરણ કરાશે. સુરતના બાળકોને,બાળસંસ્કરણ હેઠળ નિયમાવલી આપવામાં આવશે અને આ રીતે આરાધના કરનારા દરેક બાળકોનું બહુમાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...