ઠગાઈ:વેસુના વેપારીના 33 લાખ ચાંઉ કરી ધમકી આપતા ગુનો દાખલ, 2018માં કોલસો ખરીદીને રૂપિયાની ચૂકવણી કરી ન હતી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી બલબીર કમિશન પર કોલસા વેચતો હતો

કોલસાના વેપારીને ત્યાં કામ કરતા દલાલે 33.13 લાખની કોલસાની રકમ ઓહિયા કરી વેપારીને ધમકી આપતા તેણે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. ફરિયાદને આધારે પોલીસે દલાલ બલબીરસિંગ ગંડોતરા(રહે,તારાપુર,મહારાષ્ટ્ર)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

 વેસુમાં હેપ્પી રેસિડેન્સીમાં રહેતા કોલસાના વેપારી જસ્વિન્દરસિંગ બુટાસીંગે ફરિયાદમાં જણાવ્યું કે, તે બલબીરસીંગને 2013થી ઓળખે છું. 2017માં વેપારીની વેસુમાં આવેલી તરનજોત રિસર્ચ કંપનીમાંથી કોલસાના વેચાણ પર બલબીરસીંગ કમિશન લેતો હતો. જાન્યુઆરી-2018માં દલાલે એક કંપનીમાં માલ મોકલવાની વાત કરી હતી. વેપારીએ વિશ્વાસ કરી 33.13 લાખનો કોલસો આપ્યો હતો.રકમની માંગણી કરતા દલાલ બહાનું કાઢતો હતો. જે કંપનીને માલ વેચાયું હતું ત્યાં વાત કરતા ખબર પડી કે દલાલે કંપની પાસેથી જય માતાજી એન્ટરપ્રાઈઝ ફર્મમાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. વેપારીએ દલાલ પાસેથી 33.13 લાખ રૂપિયા લેવાના થાય છે.

અન્ય સમાચારો પણ છે...