વિવાદ:વેસુ-મગદલ્લાની 102 બિલ્ડિંગોની રજાચિઠ્ઠી સ્થગિત, ખુલાસો કરવા 21 દિવસની નોટિસ, બાંધકામ હટાવવા 60 દિવસની મુદત

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મકતસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મકતસ્વીર
  • એરપોર્ટના રન-વેને નડતરરૂપ 27 પ્રોજેક્ટ સામે તવાઈ
  • હાઈકોર્ટે એક્શન ટેકન રિપોર્ટ માંગતાં 4 વર્ષ જૂનો વિવાદ ફરી શરૂ થયો, સંખ્યાબંધ બિલ્ડરો દોડતા થયા

એરપોર્ટ ઓથોરિટીએ રન-વે માટે નડતરરૂપ વેસુ, રૂંઢ અને મગદલ્લાના 27 પ્રોજેક્ટની NOC ઇનવેલિડ કરી દેતા 102 ટાવરની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ મુકાયો છે. ઓથોરિટીએ મનપાને પણ કાર્યવાહી કરવા જાણ કરી છે. જેથી પાલિકાએ 10મીએ 27 પ્રોજેક્ટની રજાચિઠ્ઠી સ્થગિત કરી તમામ પ્રોજેક્ટની રજાચિઠ્ઠી રદ્દ કેમ ન કરવી? તે બાબતે 21 દિવસમાં ખુલાસો માંગ્યો છે. પાલિકાના શહેરી વિકાસ અધિકારી ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, એનઓસી ખુદ એરપોર્ટ વિભાગે રદ્દ કરી પાલિકાને જાણ કરી છે. જેથી નિયમ પ્રમાણે જ રજાચિઠ્ઠી સ્થગિત થઇ જાય છે.

એરપોર્ટ વિભાગે જ NoC અમાન્ય ઠેરવી હોવાથી તમામ પ્રોજેક્ટની રજાચિઠ્ઠી સ્થગિત કરાઈ છે: કમિશનર

પ્રોજેક્ટબિલ્ડિંગફ્લેટરજાચિઠ્ઠી તા.વધારાની ઊંચાઈ
એલ & ટી એપા.43302-02-201101.46 મીટર
ઓમ આઇકોન42420-03-201312.36 મીટર
સમર્થ એન્ક્લેવ53630-06-201109.45 મીટર
સેવન હેવન એપા.74302-03-201512.38 મીટર
હેપ્પી ગ્લોરિયસ63213-10-201408.53 મીટર
હોરીઝોન21419-10-201502.8 મીટર
સ્ટાર ગેલેક્ષી105313-08-201503.74 મીટર
આગમ ક્રોસ રોડ22105-05-201508.38 મીટર
શ્યામ પેલેસ43228-01-201003.92 મીટર
સર્જન એપાર્ટમેન્ટ21531-03-201000.94 મીટર
ધી ઇવોલ્યુશન22031-12-201412.1 મીટર
એમ્પાયર રીજન્સી32209-02-201102.12 મીટર
ગોકુલ પ્લેટીનમ21107-04-201705.13 મીટર
ગ્રીન ફોર્ચુન31614-10-200804.91 મીટર
રસીક વીલા1706-11-01.4 મીટર
સ્વસ્તિક વિહાર એપા.1504-10-200802.5 મીટર
શ્રુંગાર રેસીડેન્સી106311-03-201104.7 મીટર
શ્રીજી રેસીડેન્સી1515-06-200901.4 મીટર
ક્રિસ્ટલ પેલેસ21228-07-201500.9 મીટર
ફિયોના એપા.32607-04-201703.00 મીટર
હેપ્પી રેસીડેન્સી74004-06-20100.2 મીટર
જશ રેસીડેન્સી42211-03-201503.5 મીટર
સલાસર પેલેસ22114-10-201102.00 મીટર
રવિ રત્નમ એપા.11-03-2015
સેલેસ્ટીયલ ડ્રિમ17-10-2017
જોલી રેસીડેન્સી138320-07-201002.5 મીટર
ફ્લોરેન્સ85528-07-201503.9 મીટર

બિલ્ડરોએ એરપોર્ટે જ આપેલી NOC પાલિકામાં રજૂ કરી
વિમાન ઊતરાણમાં નડરરૂપ 27 પ્રોજેક્ટના 102 ટાવરને રજાચિઠ્ઠી રદ્દ કરવાની કાર્યવાહી અંગેની નોટીસ મળતાં ગુરૂવારે પાલિકા દોડી આવેલા બિલ્ડર્સ, સોસાયટી પ્રમુખ અને સેક્રેટરીએ જે તે વખતે એરપોર્ટ ઓર્થોરિટી પાસેથી મેળવેલી એનઓસી રજૂ કરી હતી. એટલે જેમને 13 વર્ષ પહેલાં એનઓસી મળી છે તેમને પણ એરક્રાફ્ટ એક્ટ હેઠળ અવરોધરૂપ બાંધકામને તોડી પાડવાની નોટીસ મળી હોવાનો કકળાટ ઊભો થયો હતો. 21 દિવસની મહેતલ હોવાથી પાલિકાએ પણ એરપોર્ટ ઓર્થોરિટી ટીમને સાથે રાખી કઇ દિશામાં કાર્યવાહી કરવી? તે અંગે સંકલન શરૂ કર્યું છે.

એરપોર્ટ ઓથોરિટીની NOC મુજબ બિલ્ડિંગો બનાવાયા નથી
સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ 27 પ્રોજેક્ટની 102 બિલ્ડિંગ મામલે એરપોર્ટ ઓથોરિટીના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વેસુ તરફની હાઇરાઇઝ બિલ્ડિંગને કારણે એરપોર્ટનો વેસુ તરફનો 615 મીટર રનવે બ્લોક કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત બિલ્ડરોએ પણ ખોટા પ્લાન મૂકી તંત્ર પાસેથી સર્ટિફિકેટ મેળવી લીધા છે. ઘણા બિલ્ડરોએ મંજૂરી સિવાયની જગ્યા ઉપર તેમજ વધુ ઊંચાઇ ધરાવતા બિલ્ડિંગો બનાવ્યા છે. જોકે, એરપોર્ટ ઓથોરિટીના સરવેમાં આ સમગ્ર બાબત બહાર આવી છે. જે મામલે પાલિકા કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો હતો. જો ઉપરોક્ત બધા પ્રોજેક્ટની બિલ્ડિંગોને બચાવી હોય તો એરપોર્ટ પર ડુમસ તરફના રનવે નીચેથી પસાર થતી ONGCની લાઇન હટાવી દેવી જોઇએ. જેથી રનવેને એક્સટેન્સ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...