પૂર્ણતાને આરે:સુરક્ષાને ધ્યાને લઈ વાહનો અને મુલાકાતીઓનું ડીજીટલ ચેકિંગ કરાશે, 15 મી. ઊંચાઈવાળા ગેટની બંને બાજુ લીફ્ટ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંદાજીત રૂ. 6 કરોડ ખર્ચ - Divya Bhaskar
અંદાજીત રૂ. 6 કરોડ ખર્ચ
  • ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશ દ્વારનું કામ પૂર્ણતાને આરે
  • 25 ફૂટ ઉંચાઈએ સ્કાયડેક ગેલેરી

ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરનાં ખજોદમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ વિસ્તારનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું કામ પૂર્ણતાને આરે છે. શહેરની ઓળખ સમા ડાયમંડ બુર્સ-ડ્રીમ સિટીની ઓળખને અનુરૂપ પ્રવેશદ્વારને પણ આકર્ષક બનાવવા હીરા ઘસવાના વ્યવસાયમાં વપરાતાં સાધન ‘કટોરી’ આધારીત ડિઝાઈન તૈયાર કરાઈ છે. ડ્રીમ સિટીનો મુખ્ય એન્ટ્રન્સ પ્રવેશ માટે આધુનિક સુરક્ષાને આવરી લેતો બનાવવા પર વિશેષ ધ્યાન અપાશે.

મુખ્ય એન્ટ્રન્સની વિશેષતા

  • 60 મીટર પહોળાઈના ગેટને આવરી લેતો વિસ્તાર 67.10 મીટર x 31.45 મીટર, 15 મીટર ઊંચાઈનો રહેશે.
  • તમામ પસાર થતા વાહનો તથા મુલાકાતીઓ માટે ડીજીટલ ચેકીંગ વ્યવસ્થા
  • વ્યાપારી ધોરણે તથા પર્યટકોનો આકર્ષિત સ્કાયડેકમાં જવા માટે એન્ટ્રન્સ ફોયર તથા પ્રવેશદ્વાર, 25 ફૂટ ઉંચાઈએ સ્કાયડેક વિઝન વ્યૂવીંગ ગેલેરી
  • ગેટ પાસે મુલાકાતી માટે લીફટ,વોશરૂમ
અન્ય સમાચારો પણ છે...