ગેંગ ઝડપાઈ:સુરતમાં વાહન ચોરી કરતી ટોળકી બાઈક વેચવા જતા ઝડપાઈ,  1.73 લાખનો મુદ્દામાલ  કબ્જે કરાયો

સુરત6 મહિનો પહેલા
ગેંગના બે સભ્યો પાસેથી બાઈક સહિતનો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે.
  • ચોરીની સાત બાઈક પોલીસે કબ્જે કરી

રાંદેર પોલીસે વાહન ચોર ગેગને ઝડપી પાડી ચોરીની 7 બાઇક ઝડપી પાડી છે. રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના 7 ગુના ઉકેલી કાઢ્યા છે. પોલીસે 1.73 લાખ નો મુદ્દા માલ કબજે લઇ આગળ ની તપાસ હાથ ધરી છે. વાહનચોર ટોળકી વાહન ચોર્યા બાદ બાઈક વેચાણ કરવા નીકળી હતી. જે અંગેની બાતમી પોલીસને અગાઉ મળી જતાં ગેંગને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી લીધા હતાં.
પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી લીધા હતાં.

વાહન ચોરીને સંતાડી દેતા
રાંદેર પોલીસે જણાવ્યું હતું કે,રાંદેર બોટનીકલ ગાર્ડનની પાછળના રોડ ઉપર એક ઈસમ ચોરીની બાઇક વેચવા આવ્યો હોવાની બાતમીના આધારે પેટ્રોલીગ દરમિયાન આરોપી સાહીલ ઉર્ફે શીવ હરીશભાઇ મેસુરીયા (ધંધો.વાળદનું કામ રહે. બિલ્ડીંગનીએ-4, મ.ન.15 ચોથા માળે, માધવ સરસ્વતી સ્કુલની સામે આવેલ SMC આવાસ, ઉગત રાંદેર સુરત) પૂછપરછ કરતા બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વધુ તપાસમાં બીજી બાઇક અજ્ઞાન જગ્યા એ સંતાડી રાખેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીની બાઇક ખરીદનાર ભાવેશ રધુભાઇ ભરવાડ (મીર) (રહે.મ.ન.1078 આંબેડકરનગર વસાહત, ઝઘડીયા ચોકડી, પાલનપુર રાંદેર સુરત) પાસેથી પણ 2 બાઇક કબજે લીધી છે.

મોપેડ સહિતની બાઈકની ચોરી કરાતી હતી.
મોપેડ સહિતની બાઈકની ચોરી કરાતી હતી.

કબ્જે કરેલ બાઇક
- એક સિલ્વર કલરની હિરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મો.સા જેનો રજી,નં. (GJ-05-5c-4281)
- એક લાલ કલરની સુઝુકી કંપનીની એકસેસ મો.સા, જૈનો રજી.નં (GJ-05-SN-4683)
-એક મેટ ગ્રે કલની સુઝુકી કંપનીની એકસેસ-૧૨૫ મોડલની ગાડી જેની રજી.નં. (GJ-05-5D-6585)
-એક કાળા અને પર્પલ કલરની હીરો સી.ડી, ડીલક્ષ મો.સા, જેનો રજી. નં. (GJ-05-6-0351)
-એક વ્હાઇટ કલરની હોન્ડા એકટીવા મોપેડ જેનો રજી.નં.(G-19-AK-4300)
- એક બ્લેક કલરની બ્લુ પટ્ટાવાળી હિરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર મો.સા. જેનો રજી,ન,(GJ-05-FD-3451)
-એક બ્લેક કલરની બ્લુ પટ્ટાવાળી હિરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર મો.સા રજી,નં.(GJ-05-FD-3451)