વિગન ડાયેટ પર વેબિનાર:રેશમના કીડાને જીવતા સળગાવાતા હોઈ વિગેટેરિયન સિલ્ક પણ નથી પહેરતા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડેરી ઈન્ડસ્ટ્રીમાં પ્રાણીઓ દુધ આપવા સક્ષમ નથી હોતા ત્યારે તેમને કતલખાને મોકલી અપાય છે. એડવાન્સ એક્સપ્રેસ મિલ્ક ટેકનિકથી ગાય અને ભેંસમાંથી દુધ કાઢતી વખતે એટલી હદે ખેંચવામાં આવે છે કે જેનાથી દૂધમાં લોહી મિક્સ થઈ જતું હોય છે. સોયા મિકલ, ઓટ્સ મિલ્ક, આલ્મન્ડ મિલ્ક જેવા નેચરલ એલિમેન્ટ્સમાંથી દુધ તૈયાર થાય છે. દરેક વેજિટેરિયન વિગેટેરિયન હોતો નથી. વિગન ફ્રેબ્રિકમાં કોટન જ્યુટ અને લિનન જેવા ફેબ્રિક વપરાય છે. વિગેટેરિયન સિલ્ક પણ એટલા માટે નથી પહેરતા કારણે કે તેને બનાવવા રેશમના કીડાને જીવતા ઉકાળવામાં આવે છે. વિગન એટલે એવાં લોકો જેઓ શાકાહારી તો છે જ પણ તેઓ કોઇપણ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતાં, જેમાં દૂધ, દહીં, ઘી, પનીરનો સમાવેશ થાય છે, વળી સિલ્ક, ફર, મધ જેવાં એકેય પ્રાણીજ ઉત્પાદનો તેમની રોજિંદી જિંદગીનો ભાગ નથી હોતાં. થ્રાઈવ દ્વારા વિગન ડાયેટ પર વેબિનાર યોજાયો હતો. જેમાં ડો.વિરેન ઠક્કરે આ વાત કહી હતી.

અન્ય સમાચારો પણ છે...