• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Instead Of Removing Non veg Lorries In Surat Another Issue Resonated, Religious Discrimination In Picking Up Lorries In Rander Zone For Years: BJP Corporator Vaishali Patel

પાલિકાની સંકલન બેઠક:સુરતમાં નોનવેજની લારીઓ હટાવવાના બદલે બીજો જ મુદ્દો ગુંજ્યો, રાંદેર ઝોનમાં લારીઓ હટાવવામાં વર્ષોથી ધાર્મિક ભેદભાવ: ભાજપ મહિલા કોર્પોરેટર

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અંગે માહિતી આપી. - Divya Bhaskar
કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અંગે માહિતી આપી.
  • વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર વૈશાલી શાહે મુદ્દો ઉછાળ્યો

કોરોનાકાળ બાદ ખૂબ લાંબા સમય પછી આજે પહેલીવાર સુરત પાલિકાની સંકલનની બેઠક મળી હતી. જેમાં ઘણા બધા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. સમગ્ર રાજ્યમાં અત્યારે નોનવેજની લારીઓ અને દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયાને લઇને ભારે હોબાળો મચ્યો છે. સુરતની સંકલન બેઠકમાં પણ આડકતરી રીતે આ મુદ્દાની ચર્ચા થઈ હતી. અડાજણ રાંદેર વિસ્તારમાં રસ્તાઓ ઉપરની દબાણ કરી લારીઓને દૂર કરવામાં ધાર્મિક ભેદભાવ કરવામાં આવે છે એવો વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર વૈશાલી શાહે મુદ્દો ઉછાળ્યો હતો.

સંકલન બેઠકમાં નોનવેજ લારીઓના પ્રશ્નની ચર્ચા ન થઇ
રાજ્યના અન્ય શહેરોની અંદર જે રીતે ઈંડા અને નોનવેજની લારીઓને દૂર કરવામાં આવી હતી તેને કારણે મુદ્દો ચર્ચાની સપાટીએ આવ્યો છે. આજે યોજાયેલી સંકલન બેઠકમાં નોનવેજ લારીઓના પ્રશ્નની ચર્ચા ન થઇ પરંતુ મહિલા કોર્પોરેટર દ્વારા તેમના વિસ્તારમાં દબાણ ખાતા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેમાં ધાર્મિક ભેદભાવ કરતા હોવાનું વર્ષોથી સામે આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. દબાણ ખાતું કેટલાક લોકોના દબાણ દૂર કરવામાં કેમ ઉદાસીન થઈને રહે છે તે સમજાતું નથી.

મેયર અને પાલિકા કમિશનરે કોર્પોરેટરોને સાંભળ્યા.
મેયર અને પાલિકા કમિશનરે કોર્પોરેટરોને સાંભળ્યા.

મેયરે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
મહિલા કોર્પોરેટર વૈશાલી શાહે જણાવ્યું કે સંકલનમાં મારા વિસ્તારના અલગ-અલગ મુદ્દાઓની ચર્ચા કરી છે. જેમાં ઘણા વર્ષોથી હું કોર્પોરેટર તરીકે આ વિસ્તારમાં જોતી આવી છું કે દબાણ ખાતા દ્વારા ધાર્મિક ભેદભાવ કરીને દબાણો દૂર કરવામાં આવે છે. ખાસ કરીને જે લારી ગલ્લાઓ જ દબાણ છે તે અમુક જ વર્ગના દબાણો હટાવવાની પ્રક્રિયા થતી હોય છે. આ બાબતની મેયર સમક્ષ રજૂઆત કરી છે અને તેમને ગંભીરતાથી આ બાબતને ધ્યાન પર લઈને મને આશ્વાસન આપ્યું છે કે જો દબાણ દૂર કરવામાં કોઇ ધાર્મિક ભેદભાવ રાખવામાં આવતો હશે તો હું તેની સામે કાર્યવાહી કરીશ.

મુદ્દાઓના નિરાકરણનું આશ્વાસન આપવામાં આવ્યું.
મુદ્દાઓના નિરાકરણનું આશ્વાસન આપવામાં આવ્યું.