કામગીરી:વીર નર્મદ યુનિવર્સિટી હવે પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટરને પ્રમાણપત્ર આપશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની લેબમાં પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટરનું પૃથ્થકરણ કરાશે

વીર નર્મદ યુનિ.એ ગત વરસે કોરોનાના ટેસ્ટીંગ માટે લેબ ડેવલપ કર્યા બાદ હવે પાણીના વિતરણ કરતી કંપનીને પણ નૂમના તપાસી પ્રમાણપત્ર આપશે. ભારતની આ રીતે પ્રમાણપત્ર આપનારી યુનિ.ઓની યાદીમાં સુરતની નર્મદ યુનિ.ને પણ સ્થાન મળ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એકવેટિક બાયોલોજી વિભાગ દ્વારા અધતન પ્રયોગશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં પેકેજડ ડ્રિન્કિંગ વોટરમાં વિકીરણોનું પૃથકકરણ કરવામાં આવશે. આ પ્રયોગશાળાને ભારત સરકારના એટોમિક એર્નજી રેગ્યુલેટરી બોર્ડ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની માન્યતા 2016માં પ્રાપ્ત થઈ હતી.

આજની તારીખમાં એકવેટિક બાયોલોજી ખાતે કાર્યરત આ પ્રયોગશાળા ને NABL( National Accreditation Board for Testing and Calibration Laboratories) HRAL પ્રાપ્ત થઈ છે. આ અંગે કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા અને એકવેટિક બાયોલોજી વિભાગનાં વડા ડો.કપિલા મનોજ જણાવ્યું હતું કે આ સિદ્ધિનું ગૌરવ અને બહુમાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને જાય છે. પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર કંપનીઓને સરકારના નિયમ પ્રમાણે આલ્ફા અને બીટા વિકીરણોનું પરીક્ષણ કરાવીને પ્રમાણપત્ર મેળવવાનું ફરજીયાત હોય છે. તે પ્રમાણપત્ર હવેથી એકવેટિક બાયોલોજી વિભાગ દ્વારાપણ મેળવી શકાશે.

તે માટે બધા આધુનિક સાધનો છે. આ કાર્ય વિભાગ અને યુનિવર્સિટીના ઘનિષ્ટ પ્રયત્નોથી સફળ થયું છે. જેને NABL અંગેની માન્યતા પ્રાપ્ત થઈ છે. કાકરાપાર અણુમથકમાં આવી પ્રયોગશાળા ચાલે છે પરંતુ NABL માન્યતા પ્રાપ્ત લેબોરેટરી યુનિવર્સિટીના એકવેટિક બાયોલોજી વિભાગ ખાતે રહેશે.

એકવેટિક બાયોલોજી વિભાગને આ એક નવી દિશા મળી છે આ પરીક્ષણથી જે આવક થશે તેનો ઉપયોગ વિભાગના વિકાસ માટે કરવામાં આવશે પેકજડ ડ્રિન્કીંગ વોટર કંપની માટે ટેસ્ટીગના દરો આગામી દિવસોમાં નકકી કરાશે. આ લેબોરેટરીથી સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં પીવાના પાણીનુ વિતરણ કરતી કંપનીઓને ઘરઆંગણે પ્રમાણપત્ર મેળવવાની સવલત મળશે.

અન્ય સમાચારો પણ છે...