વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા વનીકરણ વિસ્તારમાં વિચરતા રાષ્ટ્રીય પક્ષી મોરને સુરક્ષા આપવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં વધી રહેલી મોરની સંખ્યા અને કુતરા કે અન્ય પ્રાણીઓ દ્વારા હેરાન કરવા કે હુમલો કરવામાં આવતો હોવાની વાત કુલપતિના ધ્યાનમાં આવતા તેમણે વનીકરણનો કેટલોક વિસ્તાર રેલીંગથી કૉર્ડન કરી દેવામાં આવ્યું છે.
જાણે મોર માટે કેમ્પસમાં નાનું અભ્યારણ્ય બની ગયું છે. આ વિસ્તારમાંથી પસાર થાવ ત્યારે તમને મોરના ટહુકા તો સાંભળવા મળે છે. સાથે કુદરતી વાતાવરણમાં મસ્ત થઇને ફરતા મોર કળા કરતા પણ નિહાળવા મળી રહ્યા છે. હાલ આ અભ્યારણ્યમાં 7 ઢેલ અને 3 મોર વિહાર કરી રહ્યા છે.
યુનિવર્સિટીનાં કેમ્પસમાં ઘણાં સમયથી મોરની સંખ્યા વધી છે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઘણા સમયથી મોર જોવા મળે છે. આ મોર કેમ્પસમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હતો. જોકે કેમ્પસમાં થોડા સમયથી કુતરાઓની સંખ્યા પણ વધી ગઇ છે. અને અગાઉ કુતરાઓ મોર પર હુમલો કર્યા અને શિકાર કર્યાના બનાવો પણ બન્યા હતા. મોરને કુદરતી વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.
રાષ્ટ્રીય પક્ષીની સુરક્ષા થવી જોઇએ
યુનિવર્સિટીમાં મોરની સંખ્યા વધી રહી છે. કુતરા તેમજ અન્ય હિંસક પ્રાણીથી રક્ષા મળી રહે અને મોર એક વિસ્તારમાં રહી શકે તેવા આશયથી કૉર્ડન કરીને મોરને સુરક્ષા આપવામાં આવી છે. > કિશોરસિંહ ચાવડા, કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.