તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Chatboat By Veer Narmad South Gujarat University Will Be Launched From 15th August, All Public Information About The University Will Be Available 24 Hours

ગુજરાતમાં પ્રથમ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વોટ્સએપ ચેટબોટ 15 ઓગસ્ટથી લોંચ થશે, યુનિવર્સિટી અંગેની તમામ સાર્વજનિક માહિતી 24 કલાક મળશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આગામી સ્વાતંત્ર્ય પર્વથી વોટ્સએપ ચેટબોટ લોંચ કરી રહી છે. - Divya Bhaskar
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આગામી સ્વાતંત્ર્ય પર્વથી વોટ્સએપ ચેટબોટ લોંચ કરી રહી છે.
  • યુનિવર્સિટીની દરેક સામાન્ય માહિતીનું એકત્રીકરણ કરીને ચેટબોટ વિકસાવવામાં આવી
  • 02612388888 નંબર પર વોટ્સએપ પર મેસેજ કરતા ચટેબોટ સેવા એક્ટિવ થઈ જશે

સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 17550 સ્કવેર કિલોમીટરનો વિશાળ વિસ્તાર ધરાવતી અને સવા કરોડ જેટલી વસતિને ઉચ્ચ શિક્ષણની સેવાઓ પ્રદાન કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેવાઓને વધુ શુલભ બનાવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આગામી સ્વાતંત્ર્ય પર્વથી વોટ્સએપ ચેટબોટ લોંચ કરી રહી છે. વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબની વીર નર્મદ યુનિવર્સિટીની દરેક સામાન્ય માહિતીનું એકત્રીકરણ કરીને ચેટબોટ વિકસાવવામાં આવી છે. જેમાં યુનિવર્સિટી અંગેની તમામ સાર્વજનિક માહિતી 24 કલાક મળશે.

વિદ્યાર્થીઓને સરળતાથી માહિતી મળે તે હેતુ
વિદ્યાર્થીઓ અત્યંત સરળતાથી પોતાની જરૂરીયાત મુજબની માહિતી એક્સેસ કરી શકે તે હેતુથી ચેટબોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જ નહીં વિશ્વના કોઇ પણ ખુલ્લેથી કોઇ પણ વ્યક્તિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામાન્ય જાણકારી માહિતી ચેટબોટ થકી સરળતાથી એક્સેસ કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારની અત્યાધુનિક ચેટબોટ સુવિધા વિકસાવનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી સ્ટેટ યુનિવર્સિટી છે.

યુનિવર્સિટી અંગેની કોઈ પણ માહિતી માટે માળખાગત સુવિધા વિકસાવી
આજે અબાલવૃદ્ધો માટે વોટ્સએપ મેસેજિંગ, શુલભ, સરળ અને સર્વસ્વીકૃત માધ્યમ બન્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓ, ફ્યુચર સ્ટુડન્ટસથી લઇને કોઇ પણ સામાન્ય વ્યક્તિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંગેની કોઈ પણ માહિતી વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ નંબરથી મળી શકે તે પ્રકારની માળખાગત સુવિધા વિકસાવવામાં આવી છે.

ચેટબોટ ચોવીસ કલાક વીર નર્મદ યુનિવર્સિટીની માહિતી આપશે
વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ સિસ્ટમ એક્સેસ કરવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ કે અન્ય કોઈ પણ નાગરિકોએ 02612388888 નંબર પોતાના મોબાઇલમાં સેવ કરવાનો રહેશે. નંબર સેવ કર્યા પછી વોટ્સએપ મેસેજિંગ સર્વિસ થકી ફક્ત એક સંદેશો એ નંબર પર સેન્ડ કરવાથી ચેટબોટની સેવાઓ એક્ટીવ થઈ જશે અને ચેટબોટ ચોવીસ કલાક વીર નર્મદ યુનિવર્સિટીની માહિતી પૂરી પાડશે.

ચેટબોટમાં યુનિવર્સિટીની કઈ માહિતી મળશે?
હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંગેની માહિતી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ અંગેની માહિતી, પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી, પરીક્ષા સમયપત્રક અંગેની માહિતી, પરીક્ષા પરીણામ અંગેની માહિતી, હોલટિકીટની પ્રાપ્તિ અંગેની માહિતી, એફિલિયેટેડ કોલેજો અંગેની માહિતી તેમજ સંપર્ક અંગેની માહિતી સિસ્ટમમાં ફીડ કરવામાં આવી છે અને તબક્કાવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સ્પર્શતી તમામ બાબતો ચેટબોટ પરથી મળવાનું શરૂ થશે.

વિદ્યાર્થીઓને પર્સનલ માહિતી વન ટાઇમ પાસવર્ડ થકી મળશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ચેટબોટ સેવાઓ ફક્ત સાર્વજનિક માહિતી જ ઉપલબ્ધ કરાવશે. વિદ્યાર્થીઓને પોતાની પર્સનલ માહિતી જેમ કે હોલિટકીટ, પરીણામ સર્ટિફિકેટ વગેરે તેમણે પ્રવેશ વખતે આપેલા યુનિવર્સિટીમાં રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ થકી વિદ્યાર્થીઓ ખુદ જ એક્સેસ કરી શકશે.