તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 29મી જુલાઇથી  ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે​​​​​​​

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી.(ફાઈલ તસવીર)
  • એકેડેમિક કાઉન્સિલ દ્વારા આજ રોજ ઠરાવ કરવામાં આવ્યો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આગામી પરીક્ષા ઓફલાઈન ઓનલાઈન લેવાશે, તેને લઈને મૂંઝવણમાં હતાં. આજે યુનિવર્સિટીમાં મળેલી એકેડેમિક કાઉન્સિલ દ્વારા આજ રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો કે, શિક્ષણ વિભાગના 28મી જૂન, 2021 અને 09મી જુલાઇ, 2021ના પરિપત્ર ધ્યાનમાં લેતા બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ. સેમેસ્ટર-6ની નિયમિત અને એમ.એ, એમ.કોમ., એમ.એસસી. સેમેસ્ટર -4ની નિયમિત પરીક્ષાઓ ઓફલાઈન પધ્ધતિથી (વર્ણનાત્મક પદ્ધતિથી) લેવામાં આવશે.

પેપર વચ્ચે એક દિવસની રજા
ઓફલાઇન પરીક્ષાઓ 19મી જુલાઇ થી શરૂ થનાર હતી, જે હવે 29મી જુલાઇ 2021થી શરૂ થશે. પરીક્ષાના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમ્યાન વચ્ચે એક દિવસનો ગેપ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા પણ માગણી કરવામાં આવી હતી કે, પરીક્ષા લેતી વખતે જો ઓફલાઈન પરીક્ષા લેવાય તો દરેક પેપર વચ્ચે એક દિવસનો સમય આપવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી યુનિવર્સિટી ખાતે પરીક્ષા આપવા પહોંચી શકે.

અગાઉ જાહેર કરેલી તારીખ મુજબ પરીક્ષા લેવાશે
અગાઉ જાહેર થયેલ ઓનલાઈન પધ્ધતિથી લેવાનાર પરીક્ષાઓ યથાવત્ રહેશે.કોમ્યુટર સાયન્સ વિદ્યાશાખાની બી.સી.એ. સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4 ની પરીક્ષાઓ ઓનલાઈન પધ્ધતિથી તબક્કાવાર અગાઉ જાહેર કરેલી તારીખ મુજબ જ લેવાશે. શિક્ષણ વિદ્યાશાખામાં બી.એ. સેમેસ્ટર-4ની પરીક્ષા ઓફલાઈન પધ્ધતિથી અગાઉ નિધારિત કાર્યક્રમ મુજબ લેવાશે. મેનેજમેન્ટ વિદ્યાશાખાની એમ.બી.એ. સેમેસ્ટર-4 (ફુલટાઈમ) અને સેમેસ્ટર-6 (ઈવનિંગ ) નિયમિત, એ.ટી.કે.ટી.ની પરીક્ષાઓ અને એમ.બી.એ. સેમેસ્ટર-2 અને 3 ની એ.ટી.કે.ટી.ની પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે.