વેડરોડના રત્નકલાકારે પાડોશમાં રહેતી યુવતીના એક તરફી પ્રેમમાં જહાંગીરપુરા રામમઢી ઓવારા પાસે ઝેર પી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા રત્નકલાકારે યુવતીને સોશિયલ મીડિયા પર ‘જો તું મને એકવાર પણ રિપ્લાય નહી આપે તો હું ઝેરી દવા પી લઈશ’ મેસેજ કર્યો હતો. વેડરોડમાં રહેતા રત્નકલાકાર દિપક પુંભડિયા(36)એ 20મીએ બપોરે જહાંગીરપુરા રામમઢી ઓવારા પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ તેમના ભાઈ પરેશને થતા દિપકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતાે.
જ્યાં બુધવારે બપોરે તેમનું મોત નિપજ્યું હતું. આપઘાત પહેલા દિપકે યુવતીને સોશિયલ મીડિયા પર જો તું મને રીપ્લાય નહી આપે તો હું ઝેર પી લઈશ` એવો મેસેજ કર્યો હતો. પરંતુ યુવતીએ દિપકનો મેસેજ વાંચ્યો ન હતો. જેથી હતાશ થઈ દિપકે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજી તરફ યુવકને યુવતી સાથે એક વર્ષ પહેલા પ્રેમસંબંધ હોવાનું અને છેલ્લા 7 માસથી પ્રેમસંબંધ તુટી ગયા બાદ દિપકને કોઈ જવાબ આપતી ન હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.