તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વર્લ્ડ કેન્સર ડે:વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળે 2100 ગામડામાં લોકોને વ્યસન મુક્ત કર્યા, વ્યસન મુક્તિ માટે ગુરુકુળનું અભિયાન

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામેગામ રથ ફેરવી એક લાખ લોકો પાસે પ્રતિજ્ઞાપત્ર ભરાવ્યા

સ્વામીનારાયણ ગુરુકુળ વેડરોડ દ્વારા 2014થી વ્યસનમુક્તિ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. વ્યસનના ગેરફાયદાઓ બતાવવા રથમાં પ્રોજેક્ટર રાખવામાં આવે છે. ગુજરાતના 22 જિલ્લાઓના 2100 ગામડાંઓમાં ફરીને એક લાખથી વધારે લોકો પાસે પ્રતિજ્ઞાપત્ર ફોર્મ ભરાવી વ્યસન છોડવા એનો પ્રયાસ કરાયો છે.

રથ લઈને જુદા જુદા વિસ્તારોમાં જતા શંભુભાઈ ઝાઝડીયાએ જણાવ્યું હતું કે, વ્યસન મુક્તિ અભિયાન દરમિયાન અમારો રથ જાય ત્યારે કેટલાક લોકો સામેથી વ્યસન છોડવા માટે આવે છે. તો કોઈ કેન્સર પીડિત લોકોની ફિલ્મ જોઈને વ્યસન છોડવા માટે તૈયાર થતાં હોય છે. અમે લોકો ને તેમના પર તેમના કુટુંબની કેટલી જવાબદારી છે તે સમજાવી વ્યસન છોડવા સમજાવીએ છીએ.લોકડાઉન પહેલા દરરોજ 100 લોકો વ્યસન છોડવા પ્રતિજ્ઞાપત્ર ભરતા હતા. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ જઇએ છીએ. વેડરોડ ગુરુકુળના પ્રભુચરણ સ્વામીએ જણાવ્યું કે 1958માં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપનાથી જ સંતો ગામડે ગામડે ફરી લોકોને વ્યસન મુક્ત કરવા પ્રયત્નો કરતા હતા. 2014માં ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટની સ્થાપના કરી વ્યસનમુક્તિની પણ શરૂઆત કરાઇ. સુરતી ઉદ્યોગપતિઓના કારણે વ્યસન મુક્તિ અભિયાન ને ખૂબ સારી સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો