નબળું બાંધકામ:વેસુ ફાયર સ્ટેશન-સ્ટાફ ક્વાર્ટર્સમાં 4 વર્ષમાં જ મોટી તિરાડો પડી ગઈ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ નબળું હોય 10 વર્ષ ટકશે કે કેમ તે બાબતે ચિંતા
  • પહેલા ચોમાસે જ ગળતર, B-2 બિલ્ડિંગ ફરી રંગવું પડ્યું

વેસુ ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું બાંધકામ હલકીકક્ષાનું કરાતાં લોકાર્પણના 4 વર્ષમાં જ તિરાડો પડી ગઇ છે. ક્વાટર્સની એક બિલ્ડીંગની છત પર વોટરપ્રુફિંગમાં વેઠ ઉતારાતાં પહેલા જ ચોમાસામાં જ પાણી ટપકી ફરી કલર કરવાની નોબત આવી છે. પ્લાસ્ટર પણ યોગ્ય રીતે કર્યું ન હોવાનું જાણવા મળ્યું છે.

કોન્ટ્રાક્ટર શ્રી તિરૂપતિ કન્સ્ટ્રક્શને ભરથાણા-વેસુ ખાતે 5.46 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવ્યાં હતા. 28-2-2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. જો કે, પહેલા ચોમાસે જ ક્વાટર્સની બી-2 બિલ્ડીંગની છતમાંથી પાણી ટપકતું થઇ ગયું હતું.

વોટરપ્રુફિંગમાં વેઠ ઉતારતા રહીશો હાલાકીમાં મુકાયા હતા. બંનેનું બાંધકામ હલકી કક્ષાનું હોય તિરાડો પડી ગઇ છે. જે સતત વધી રહી છે. ક્વાટર્સમાં રહેતા 38 પરિવારનું કહેવું છે કે, ક્વાર્ટર્સ 10 વર્ષ સુધી ટકશે કે કેમ તે પ્રશ્નાર્થ છે.

એક્સપર્ટ : ભેજ લાગી ગયો
બાંધકામ નબળું થયું છે. પ્લાસ્ટર યોગ્ય રીતે કર્યું નથી. સિમેન્ટ ઓછી વાપરી હોય એવું જણાય છે. વોટરપ્રુફિંગ પણ બરાબર કરાયું નથી, જેને કારણે ભેજ લાગી ગયો છે. > ડો. પંકજ ગાંધી, અર્બન ટાઉન પ્લાનર, પાલિકા

અન્ય સમાચારો પણ છે...