સુરતમાં વાર્તા કૌભાંડ:100 સ્કૂલોમાં ‘વાર્તા રે વાર્તા’, એક વાર્તા સંભળાવવાનો ખર્ચ રૂપિયા 1886; વિદ્યાર્થીઓ બોલ્યા - અમે તો સાંભળી જ નથી!

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષણ સમિતિની શાળાઓમાં કટકી કરવા માટે નવો ‘પ્રયોગ’ કરાયો
  • વિપક્ષે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી કાગળ પર ‘વાર્તા’ કરનારને ચુકવણું ન કરવા માંગ કરી

મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર ફરી એક વાર ભ્રષ્ટાચારના આક્ષેપ થયાં છે. સમિતિએ શહેરની 100 શાળામાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને ‘સ્ટોરી ટેલિંગ’ કરવા માટે એજન્સીને કામ આપી દરેક શાળામાં 1886 રૂપિયામાં એક-એક વાર વાર્તા કરાવડાવી હતી.જોકે જેને કામ આપવામાં આવ્યું હતું એ એજન્સીએ સ્કૂલમાં જઈ વાર્તા કરવાને બદલે કાગળ પર જ વાર્તા કરી દીધી હતી.

હવે આ મુદ્દે આમ આદમી પાર્ટી શાસકોને ઘેરવાના મૂડમાં છે. આપના રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે 20મી જૂને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણે બાળકોને કોઈ ત્રીજી પાર્ટી એજન્સી દ્વારા ‘સ્ટોરી ટેલિંગ’ એટલે કે વાર્તા કરાવડાવી જોઈએ. 20 મી જૂને જ ‘સ્ટોરી ટેલિંગ’ના કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી અને એક કંપનીએ 20 મી જૂને જ ‘સ્ટોરી ટેલિંગ’ ની જાહેરાત માટે પોતાની અરજી મૂકી દીધી જાણે તે કંપની પાસે પહેલેથી જ અરજી માટેનો લેટર બનેલો તૈયાર જ હતો. ત્યારબાદ બીજી 2 કંપનીઓ એ પણ 21 મી જૂને ‘સ્ટોરી ટેલિંગ’ માટે અરજી મૂકી દીધી. બીજા દિવસ સાંજ સુધી ‘સ્ટોરી ટેલિંગ’ માટે ત્રણ કંપની ની અરજીઓ આવી ગઈ હતી.

જે ત્રણ અરજીઓ મુકાઈ છે તેમાંથી એક કંપની છે અને 2 વ્યક્તિગત લોકોએ અરજી આપી છે. કંપની નું નામ છે નિયા ક્રિએશન્સ અને 2 વ્યક્તિગત લોકો ના નામ છે નૂપુર ગજેરા અને છેલના શાહ. આ માહિતી પરથી આમ આદમી પાર્ટીએ ત્રણએ વ્યક્તિઓના સરનામાંની તપાસ કરતા સરનામા ઉપર આવી કંપની કે વ્યક્તિ અસ્તિત્વ જ ધરાવતી ન હોવાનું બહાર આવ્યું હતું. જેને કામ આપવામાં આવ્યું છે એ નિયા ક્રિયેશન કંપની દ્વારા શાળામાં વાર્તા કરવામાં આવી કે નહિ એ બાબતે તપાસ કરતા વાર્તા થઇ જ ન હોવાનું ખુલ્યું હતું.

હવે આ મામલે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે.20મી જૂનથી 23મી જુલાઈ સુધીમાં 100 સ્કૂલોમાં 1886 રૂપિયાના ભાવે વાર્તા થયાનું પેમેન્ટ ન ચુકવવામાં આવે અને સમિતિ અધ્યક્ષ રાજીનામુ આપે એવી માંગ આપ દ્વારા કરવામાં આવી છે. આ મુદ્દે શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહનો વારંવાર સંપર્ક કરાયો હતો પણ તેમણે ફોન રિસિવ કર્યો ન હતો.

સ્ટોરી ટેલિંગની સાથે એજન્સીએ 400થી 500 રૂપિયા મટિરિયલ ચાર્જ પણ માગ્યો હતો
કંપની એકવાર સ્ટોરી ટેલિંગના 1200 રૂપિયા ચાર્જ કર્યા છે અને GST પણ લગાવ્યો છે. ટોટલ 1886 રૂપિયા એક વાર સ્ટોરી ટેલિંગ નો ખર્ચો બતાવામાં આવ્યો છે. અને અંદાજિત 400-500 રૂપિયા મટીરીયલ ચાર્જ પણ લગાવ્યો છે.પરંતુ આ સ્ટોરી ટેલિંગમાં એવા કોઈ મટિરિયલનો ઉપયોગ નથી કરવામાં આવતો કે દર વખતે આટલો ખર્ચ થાય. અમે નિયા ક્રિયેશનની ઓફિસે 7-8 લોકોનો સ્ટાફ છે. સ્ટાફમાં એમને 100થી વધુ શાળાઓમાં કેવી રીતે કામ કર્યું જે તેમનો દાવો છે. એજન્સી પાસે પ્રૂફ પણ નથી કે 100થી વધુ શાળાઓમાં કાર્યક્રમ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...