તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગુજરાત મેલ સહિતની વિવિધ ટ્રેનોમાં 8 નવા એસી કોચ લાગશે

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપુરથલા રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયેલા થ્રી ટાયર એસી કોચ. - Divya Bhaskar
કપુરથલા રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયેલા થ્રી ટાયર એસી કોચ.
  • દરેક કોચમાં 83 સીટ હશે,15 કોચ રવાના કરવામાં આવ્યા

પ.રેલવે ગુજરાત મેલ સહિત વિવિધ ટ્રેનોમાં 8 નવા થ્રી ટાયર એસી ઇકોનોમી કોચ લગાવશે. જેમાં દરેક કોચમાં 83 સીટ છે. પ.રેલવેના મુંબઇ મંડળને કપુરથલા ખાતે આવેલી આરસીએફ( રેલવે કોચ ફેક્ટરી) દ્વારા 8 નવા થ્રી ટાયર એસી ઇકોનોમી કોચ મળ્યા છે. આ કોચ આ અઠવાડિયામાં મુંબઇ સેન્ટ્રલ પહોંચી જશે. પહેલા બેચમાં 46 કોચના ઓર્ડર મળ્યાં હતા. જેમાં 15 કોચ રવાના કરી દેવાયા છે.

ટુ અને થ્રી ટાયર એસી ઇકોનોમી કોચ આવતા મહિને મુંબઇ મોકલાશે.રેલવેના અધિકારીએ જણાવ્યું કે પહેલાં આ કોચ દુરંતોમાં જોડાશે. બાદમાં ગોલ્ડન ટેમ્પલ, પ.એક્સપ્રેસ, ગુજરાત મેલ, મુંબઇ-જયપુર જેવી સુપરફાસ્ટ ટ્રેનોમાં જોડવામાં આવશે.

મુંબઇ સેન્ટ્રલ-ભાગલપુર સહિત 4 ટ્રેનોના ફેરા વધારાશે
પ.રેલવેએ ઉત્તર ભારત જવાવાળી 4 ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા છે. ટ્રેનનંબ 09175 મુંબઇ સેન્ટ્રલ-ભાગલપુર સ્પેશિયલ, ટ્રેનનંબર 9176 ભાગલપુર-મુંબઇ સેન્ટ્રલ સ્પેશિયલ 8 જૂનથી, ટ્રેનનંબર 09177 મુંબઇ સેન્ટ્રલ-ભાગલપુર સ્પેશ્યિલ 9 જૂનથી, ટ્રેનનંબર 09178 ભાગલપુર- મુંબઇ સેન્ટ્રલ 12 જૂનથી, ટ્રેનનંબર 09123 બાંદ્રા-ટર્મિનલ-ગાઝીપુર સિટી સ્પેશિયલ 7 જૂનથી, ટ્રેનનંબર 09124 ગાઝીપુર સિટી -બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 9 જૂનના દિવસે ચલાવવામાં આવશે. આ જ રીતે બાંદ્રા -ટર્મિનસ-દાનાપુર સ્પેશિયલ 8 જૂનથી અને દાનાપુર-વડોદરા સ્પેશિયલ 10 જૂનના દિવસે ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...