તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વરાછાની પરિણીતા 13 વર્ષીય પુત્રી અને પુત્રને લઈ ડ્રાયવરની સાથે તામિલનાડુ ભાગી ગઈ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિએ ફોન કરતા પરત ફરવાનો ઈન્કાર કર્યો

વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતા દીકરી અને દીકરા સાથે ગુમ થઈ હતી. તપાસમાં ખબર પડી કે, તે એક બસ ડ્રાયવર સાથે તામિલનાડુ નાસી ગઈ છે. તેની સાથે ફોન પર વાત કરતા તે આ‌વવાની ના પાડે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ જુનાગઢ જિલ્લાનો અને હાલમાં વરાછા વિસ્તારમાં રહેતો મનીષ રત્ન કલાકાર છે. પરિવારમાં 32 વર્ષીય પત્ની સંજના(નામ બદલ્યું છે) ઉપરાંત 13 વર્ષીય દીકરી રીતુ (નામ બદલ્યું છે) અને 11 વર્ષીય દીકરો રોહિત (નામ બદલ્યું છે) છે. 26 તારીખે સંજના બંને સંતાનો સાથે ક્યાંક ચાલી ગઈ હતી. તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી ન હતી. તેથી મનિષે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

તપાસમાં ખબર પડી કે, સંજના એક બસ ડ્રાયવરના પ્રેમમાં પડી ગઈ છે અને તેની સાથે નાસી ગઈ છે. આ ડ્રાયવર રાજકોટથી તામિલનાડુ નિયમિત જાય છે. હાલમાં તેની સાથે તામિલનાડુમાં છે. પતિ મનીષે પત્ની સંજના સાથે વાત કરતા હવે તે પરત આવવાની ના પાડે છે.

અન્ય સમાચારો પણ છે...