જાળી લગાડવા માગ:વરાછાનો તાપી બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બન્યો,15 દિવસમાં 3ની મોતની છલાંગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ નીચેથી અત્યાર સુધીમાં 7 લાશ મળી, જાળી લગાડવા માંગ

નાના વરાછાથી મોટાવરાછાને જોડતા રિવર બ્રિજ હાલમાં સ્યુસાઇડ પોઇન્ટ બની ગયો છે. છેલ્લા 15 દિવસમાં બ્રિજ પરથી કૂદી 3 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. બ્રિજની નીચેથી અત્યાર સુધીમાં 7થી વધુ લાશો મળી છે ત્યારે આ બ્રિજ પર સેફટી માટે જાળી લગાડવા માટે માંગ ઉઠી છે. બુધવારે લોકરક્ષક સેના દ્વારા મ્યુ.કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

આ સંસ્થાની રજૂઆત છે કે, શહેરમાં કોઈ પણ બ્રિજ શરૂ થાય ત્યારે સેફ્ટીનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. બ્રિજ પર બંને સાઈડ પર પુરતી હાઈટની જાળી લગાવાય છે. સેફટી પૂર્ણ થયા પછી જ નવા બ્રિજ લોકોના ઉપયોગ માટે ચાલુ કરાય. બ્રિજ પર કોઈ સેફ્ટી ન હોવાના કારણે, આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. જેથી તાત્કાલિક એક્શન લઈ આ બ્રિજ પર જાળીઓ લગાડવામાં આવે નહિંતર ત્યાં સુધી બ્રિજ બંધ રાખવામાં આવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...