વરાછામાં કલીનીક ચલાવતા ડેન્ટિસ્ટ નવનીત મનસુખ દેવાણી(30)(રહે,ક્રિસ્ટલ લકઝરીયા, નાના વરાછા, મૂળ રહે,વિસાવદર, જુનાગઢ)ને દબોચી લીધો હતો. રૂપિયા કમાવવા યુ-ટ્યુબ પર વીડિયો જોઇ પ્લે સ્ટોરમાં બીગ વિનર ગેમ એપ બનાવી હતી. ડોક્ટરે એપ કોની પાસે બનાવી તે તપાસવા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે એપની ડિટેઇલ્સ તપાસ કરી હતી. જેમાં 101470 લોકોએ આ એપ ડાઉનલોડ કરી હતી. તબીબના 3 પૈકી એક બેંક ખાતામાં 34 લાખના ટ્રાન્જેક્શનો થયેલા હોવાનું બહાર આવ્યું છે. રાજેશ પતરાએ 500ની રકમ ગુમાવતા ખટોદરા પોલીસમાં ફરિયાદ કરી હતી. કરોડો ઉઘરાવી લીધા હોવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.