આપઘાત:વરાછાના વેપારીનો અમરોલીના ગોડાઉનમાં ઝેર પીને આપઘાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુણામાં મોબાઈલ સેલ્સમેને ઝેર પીધું

સેન્ટીંગની પ્લેટ ભાડે આપવાનો ધંધો કરતા વરાછાના વેપારીએ અમરોલીમાં પોતાના ગોડાઉનમાં ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. જ્યારે અન્ય એક બનાવમાં પુણામાં મોબાઈલના સેલ્સમેને સાઈના સર્કલ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બન્ને બનાવો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

વરાછા ભાતની વાડી શિવશંકર પાર્વતી સોસાયટી ખાતે રહેતા નિલેશભાઈ માવાણી(૩૪) સેન્ટીંગની પ્લેટ ભાડે આપવાનો ધંધો કરતા હતા. તા.19ઓક્ટોબરના રોજ તેમણે અમરોલી છાપરાભાઠા મધુવન સોસાયટી ખાતે આવેલા પોતાના પ્લેટના ગોડાઉનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ તેમના ભાઈ ભાવેશભાઈને થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું બુધવારે સાંજે મોત નિપજ્યું હતું. નિલેશભાઈએ કોઈક વ્યક્તિના ત્રાસના કારણે આપઘાત કર્યો હોય તેવી પરિવારે શંકા વ્યકત કરી હતી.

આપઘાતના અન્ય એક બનાવમાં પુણાગામ અર્ચના સ્કુલ પાસે હરીધામ સોસાયટીમાં રહેતા સંજયભાઈ કાતરીયા(22)મોબાઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા. બુધવારે બપોરે સંજયભાઈએ પુણા સાઈના સર્કલ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ મિત્ર અલ્પેશને થતા તેણે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં બુધવારે મોડી સાંજે ટુંકી સારવાર બાદ સંજયભાઈનું મોત નિપજ્યું હતું. જોકે ક્યાં કારણસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...