તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:રત્નકલાકારોને વતન લઈ જવા 2.7 કિમીનો વરાછા ઓવરબ્રિજ STથી બસોથી ભરાયો

સુરત9 મહિનો પહેલા
ખાલી એસટી બસોનો 2.7 કિમીના વરાછા ઓવરબ્રિજ પર ખડકલો થઈ ગયો
 • સુરત એસટી નિગમ રોજની સરેરાશ 500થી વધુ બસો ઉપાડી રહ્યું છે
 • એક બસમાં 30-36 લોકોને બેસાડવામાં આવતા હોવાથી માંગમાં વધારો

શહેરમાં વસતા ગુજરાતના અલગ અલગ શહેરના લોકોને વતન જવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં સુરતમાં વસતા રત્નકલાકારોએ મોટી સંખ્યામાં એસટી દ્વારા વતન જઈ રહ્યા છે. ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં એસટી બસની વ્યવસ્થા કરી છે. જેને પગલે ખાલી એસટી બસોનો 2.7 કિમીના વરાછા ઓવરબ્રિજ પર ખડકલો થઈ ગયો હતો. ત્યારબાદ તબક્કાવાર રત્નકલાકારોને એસટી બસમાં વતન મોકલવામાં આવ્યા હતા.

લોકોની માંગણીને અનુસરીને એસટી બસ શરૂ

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં થી હજારોની સંખ્યામાં રત્નકલાકારો સુરતના કામ કરે છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા 50 દિવસથી તમામ હીરાના કારખાનાઓ બંધ હોવાથી આ રત્નકલાકારોને આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યાં ભાડાના મકાનમાં રહેવું મુશ્કેલ હોવાથી તેમજ અન્ય ખર્ચ પરવડે તેમ ન હોવાથી રત્નકલાકારોએ પોતાના વતન તરફ જઈ રહ્યા છે જે લોકોની માંગણીને અનુસરીને એસટી બસ શરૂ કરવામાં આવી છે. 

ટોકન આધારે એન્ટ્રી આપવાનું શરૂ

વતન જવા એસટી બસ મેળવવા માટે હજુ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લંબે હનુમાન ડેપો ઉપરથી કામગીરી ચાલી રહી છે. એસટી બસનું બુકીંગ કરનારાઓ મંજૂરીને આધારે બસ મેળવવા માટે ડેપો ઉપર બેથી ત્રણ જણા એક સાથે આવતા હોવાથી ડેપો બહાર ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે ,ડેપોની અંદર ભારે ભીડ નહીં થાય અને અંધાધૂધી ન સર્જાય તે માટે પોલીસ વિભાગ તરફથી ટોકન આધારે એન્ટ્રી આપવાનું શરૂ કરાયું હતું. લંબે હનુમાન પોલીસચોકી નજીકથી ટોકન ઇસ્યુ કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારના લોકો પણ એસટી બસ દ્વારા રવાના

ગતરોજ 350થી વધુ બસ સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તાર માટે રવાના કરવામાં આવી હતી. સુરતમાં વસતા અન્ય વિસ્તારના લોકો હજુ પણ પોતાના વતન જવા ઈચ્છે છે અને સેન્ટ્રલ બસ સ્ટેશન પર બુકિંગ કરાવી રહ્યા છે. બુકિંગની સામે પરમીટ ખૂબ જ ઓછી સંખ્યામાં મળતી હોવા છતાં વતન જવા માટેના ઉત્સાહમાં કોઈ જ કમી હજુ આવી નથી.

1000 જેટલી બસો અન્ય ડિવિઝનોમાંથી બોલાવાઈ

એસટી બસનું બુકીંગ કરનારાઓને એસટી બસની ઉપલબ્ધતાને આધારે ફાળવણી કરવામાં આવી રહી છે. એક બસમાં 30થી 36 લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. જેથી માંગ ખૂબ હોવાથી નિગમ પાસે એસટી બસ ખૂટી પડી હતી, જેથી અન્ય ડિવિઝનમાંથી એસટી બસ મેળવવામાં આવી રહી છે. આ રીતે અત્યાર સુધીમાં 1000 જેટલી બસો અન્ય ડિવિઝનોમાંથી મેળવવામાં આવી છે. નિગમ રોજની સરેરાશ 500થી વધુ બસો ઉપાડી રહ્યું છે.

8 દિવસમાં પાંચ હજારથી વધુ એસટી બસ રવાના થઈ ચૂકી છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસોની સૌથી વધુ ડિમાન્ડ આમ તો હોળી ધુળેટી અને દિવાળીના વેકેશન દરમિયાન રહેતી હોય છે. પરંતુ આ વખતે સૌથી વધુ માંગ થઈ છે. છેલ્લા આઠેક દિવસમાં પાંચ હજારથી વધુ એસટી બસની સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્યો તરફથી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો