અભિયાન:ફાયરનું વરાછા- કતારગામની હોસ્પિ.માં મોકડ્રીલ, 8 રેસ્ક્યુ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામની હોસ્પિટલમાં મોકડ્રીલમાં ચોથા માળેથી 4ને રેસ્ક્યુ કરાયા હતા. - Divya Bhaskar
કતારગામની હોસ્પિટલમાં મોકડ્રીલમાં ચોથા માળેથી 4ને રેસ્ક્યુ કરાયા હતા.
  • હોસ્પિટલોમાં આગને પગલે અભિયાન

કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને લીધે ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલોમાં મોકડ્રિલનું કરાઇ રહ્યું છે. જે અંતર્ગત શુક્રવારે કતારગામ વાળીનાથ ચોક પાસે પ્રેમવતી હોસ્પિટલ અને વરાછા ઝોન-બીમાં સિમાડા વિસ્તારની માતૃશ્રી દુધીબા હોસ્પિટલ એન્ડ આઈસીયુ માં મોકડ્રીલ કરાઇ હતી. જે અંતર્ગત પ્રેમવતી હોસ્પિટલ ખાતે ચોથા માળે આગના બનાવમાં કુલ 4 દર્દીઓને રેસ્કયુ કરી સલામત સ્થળે લઈ જવાયાં હતાં. તેમજ સિમાડાની માતૃશ્રી દુધીબા હોસ્પિટલમાં પણ 4 દર્દીઓને રેસ્ક્યુ કરાયા હતાં. એ સાથે હોસ્પિટલના મળી કુલ 35 જેટલા સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...