તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કોરોના મીટરમાં સતત વધારો યથાવત છે. જો કે, પોઝિટિવ કેસની સામે રિકવરી રેટ પર વધતાં રાહત મળી છે. શહેરમાં લિંબાયત બાદ વરાછા-કતારગામ ઝોનમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધારે જોવા મળે છે. સોમવારે શહેરમાં 22 કેસ સાથે કોરોનાનો આંકડો 898 પર પહોંચ્યો છે. જેમાં લિંબાયત અને વરાછા ઝોન એ માં 6-6 કેસ નોંધાયા હતાં. જેની સાથે વરાછા ઝોન એ માં કુલ કેસોની સંખ્યા 121 થઈ છે. જેની સામે વરાછા ઝોન બી માં ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા અત્યાર સુધીમાં કુલ 75 દર્દીઓ સાજા થઈને ઘરે ગયાં છે.
વરાછા ઝોનમાં એક દર્દીનું મોત થયું
લોકડાઉન બાદ કોરોના કેસનાં આંકડા સતત વધી રહ્યાં છે. જો કે, છેલ્લા થોડા દિવસથી શહેરમાં સરેરાશ 20 થી 25 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં શહેરમાં 898 કેસમાંથી 528 દર્દીઓ સાજ થઈ ચૂક્યાં છે. એટલે કે, કુલ રિકવરી રેટ 58.79 ટકા થયો છે. જ્યારે વરાછા ઝોન એમાં કુલ 121 કેસ સામે 75 દર્દીઓ સાજા થઈ ઘરે ગયાં છે. જેનો રિકવરી રેટ 61.98 ટકા રહ્યો છે. જ્યારે વરાછા ઝોન બી માં કેસ ઓછા ઉપરાંત 50 ટકા દર્દીઓ સજા થઈ ગયાં છે. વરાછા ઝોન એ માં હાલ 46 અને ઝોન બી માં 9 કેસ એક્ટિવ રહ્યાં છે. વરાછા ઝોનમાં અત્યાર સુધીમાં એક દર્દીનું મૃત્યું થયું છે.
રિકવરી વધી છે, પણ હજુ સાવચેતી જરૂરી
વરાછા ઝોન એ માં કેસો વધી રહ્યાં છે. પણ, તેની સામે રિકવરી રેટ પણ વધ્યો છે. જે ખુબ જ સુખદ બાબત છે. પરંતું, વધતા કેસોને લઈને હજુ પણ લોકોએ ગંભીર થવાની જરૂર છે. લોકો સવચેતી રાખે અને લોકડઉનનું પાલન કરે તે જરૂરી છે. - ડો. કિંજલ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી, વરાછા ઝોન એ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.