હાઈસ્કૂલમાં આગ:સુરતની વનિતા વિશ્રામ કેમ્પસની ગર્લ્સ હાઇસ્કૂલની મીટર પેટીમાં આગ લાગતા ભયનો માહોલ, સ્ટુડન્ટ્સને રજા આપી દેવાય

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. - Divya Bhaskar
મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
  • વીડી ગર્લ્સ હાઇસ્કૂલ ગુજરાતી/અંગ્રેજી મીડીયમ ના મીટર પેટીમાં ધુમાડા નીકળ્યા હતા

સુરતના વનિતા વિશ્રામ કેમ્પસમાં આવેલી ગર્લ્સ હાઇસ્કૂલ ગુજરાતી-અંગ્રેજી મીડિયમમાં મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વાયરીંગ બળવાના કારણે ધુમાડો આસપાસ ફેલાયો હતો. જેથી ભયનો માહોલ પેદા થતા શાળા દ્વારા વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી. જોકે સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ થઈ નથી.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો અંદાજ
ફાયર ઓફિસર અક્ષય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,વનિતા વિશ્રામ હાઈસ્કૂલમાં વીડીટી ગર્લ્સ હાઇસ્કૂલ ગુજરાતી/અંગ્રેજી મીડિયમમાં મીટર પેટીમાં શોર્ટ સર્કીટ થઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને કોલ મળતા મજુરાગેટ અને અઠવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે આગ સામાન્ય હતી. વાયરીંગ બળવાના કારણે ધુમાડા નીકળ્યા હતા. જેના પર કાબુ મેળવી લેવાયો છે. હાલ જાનહાનિનો કોઈ બનાવ સામે આવ્યા નથી.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.

વાલીઓમાં ડર ફેલાયો
મીટર પેટીમાં આગ લાગ્યા બાદ શાળામાંથી વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી. સાથે જ શાળા કેમ્પસમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. આગની જાણકારી વાલીઓને થતા વાલીઓમાં ડરનો માહોલ પેદા થયો હતો.

અન્ય સમાચારો પણ છે...