• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Valsad District Tops Gujarat With Highest Corona Recovery Rate Of 98, Surat 11th And Ahmedabad 24th Place In Recover Rate

કોરોનાથી સાજા થવાનો દર:ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટમાં 98.19 ટકા સાથે વલસાડ જિલ્લો પહેલા સ્થાને, સુરત 11મા અને અમદાવાદ 24મા સ્થાને

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ 90.21 ટકા રિકવરી રેટ સાથે 21મા, વડોદરા 88.51 ટકા સાથે 26મા સ્થાને છે

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અત્યારસુધીમાં નોંધાયેલા ગુજરાતના 1,98,899 કેસમાંથી 91.14 એટલે કે 181287 દર્દી રિકવર થઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ વલસાડ જિલ્લાનો 98.19 ટકા છે, જ્યારે બીજા નંબરે નવસારી જિલ્લાનો 98.16 ટકા રિકવરી રેટ છે, જ્યારે ડાંગ જિલ્લામાં રિકવરી રેટ 96.74 ટકા સાથે ચોથા નંબરે છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા રિકવરી રેટમાં ટોપ 5મા છે, જ્યારે સુરત 11મા અને અમદાવાદ 24મા સ્થાને છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ 2 રૂપિયાનું માસ્ક પહેરી દરરોજના હોસ્પિટલના 21 હજાર બચાવી શકે છે છતાં સસ્તું શોધવાની લાલચે કોરોનાનું સંક્રમણ વધાર્યું

અમરેલી અને પાટણમાં 83.92 ટકા સાથે સૌથી ઓછો રિકવરી રેટ
ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાથી સૌથી વધુ રિકવરી રેટ વલસાડ 98.19 ટકા સાથે ટોચના સ્થાને છે. વલસાડમાં 1273 કેસની સામે 1250 દર્દી સાજા થયા છે. સૌથી વધુ રિકવરી રેટમાં નવસારી 98.16 ટકા સાથે બીજા, ભાવનગર 96.78 ટકા સાથે સાથે ત્રીજા સ્થાને છે. સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા ગુજરાતના આ જિલ્લાઓમાંથી ડાંગ 96.74 ટકા સાથે ચોથા, સુરત 94.23 ટકા સાથે 11મા, રાજકોટ 90.21 ટકા સાથે 21મા, અમદાવાદ 88.83 ટકા સાથે 24મા, ગાંધીનગર 88.67 ટકા સાથે 25મા સ્થાને છે. જ્યારે વડોદરા 88.51 ટકા સાથે 26મા સ્થાને છે. અમરેલી અને પાટણ 83.92 ટકા સાથે કોરોનાથી સૌથી ઓછો રિકવરી રેટ ધરાવે છે.

દક્ષિણ ગુજરાતનો રિકવરી રેટ સારો
ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સારો રિકવરી રેટ છે, જેમાં પહેલા નંબરે વલસાડ જિલ્લાનો 98.19 ટકા છે, જ્યારે બીજા નંબરે નવસારી જિલ્લાનો 98.16 ટકા રિકવરી રેટ છે. ડાંગ જિલ્લામાં રિકવરી રેટ 96.74 ટકા સાથે ચોથા નંબરે છે. તાપી જિલ્લો 95.63 ટકા રિકવરી રેટ સાથે 8મા નંબરે છે. જ્યારે એકમાત્ર સુરત જિલ્લો 94.23 ટકા સાથે 11મા નંબરે છે.

ગુજરાતના કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલો રિકવરી રેટ?

ક્રમજિલ્લોકેસરિકવર

રિકવરી રેટ(ટકામાં)

1વલસાડ1273125098.19
2નવસારી1414138898.16
3ભાવનગર5065490296.78
4ડાંગ12311996.74
5પોરબંદર61159096.56
6જામનગર8953857195.73
7ભરૂચ3206306695.63
8તાપી92788495.36
9આણંદ1721162994.65
10સાબરકાંઠા2091197194.26
11સુરત416733926994.23
12છોટાઉદેપુર73869594.17
13બનાસકાંઠા3567335394
14દ્વારકા87982093.28
15જૂનાગઢ4116383993.27
16દાહોદ2235207892.97
17ખેડા1936179792.82
18ગીરસોમનાથ2012184791.79
19કચ્છ3113283791.13
20મહેસાણા5071459290.55
21રાજકોટ154471393590.21
22મોરબી2496224890.06
23પંચમહાલ3204286389.35
24અમદાવાદ476534233288.83
25ગાંધીનગર6192549188.67
26વડોદરા188651669888.51
27મહીસાગર1506131387.18
28સુરેન્દ્રનગર2811244887.08
29નર્મદા1578135085.55
30બોટાદ90076685.11
31અરવલ્લી92978984.93
32પાટણ3284275683.92
33અમરેલી3148264283.92
અન્ય રાજય16214991.97

​​