વલસાડ:કપરાડા તાલુકાના માંડવા ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મર ભરેલી ટ્રક પલટી ગયા બાદ આગ લાગી

વલસાડએક વર્ષ પહેલા
પલટી મારી ગયા બાદ ટ્રકમાં આગ લાગતાં ધરમપુર ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
  • ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ

કપરાડા તાલુકાના માંડવા ગામ નજીક આવેલા નાસિક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. વીજ ટ્રાન્સફોર્મર ભરેલી ટ્રક રોડ સાઈડ પર પલટી મારી ગઈ છે. ટ્રકમાં વીજ ટ્રાન્સફોર્મર હોવાની સાથે ટ્રક હાઈટેન્શન વીજ થાંભલા સાથે અથડાય છે. જેથી ટ્રકમાં આગ લાગી જાય છે. આગ એટલી પ્રચંડ હોય છે કે ટ્રક સળગી ઉઠે છે. આ દરમિયાન ડ્રાઈવર પોતાના જીવ બચાવી નાસી જાય છે. જો કે, ગણતરીના સમયમાં આગ સમગ્ર ટ્રકમાં ફેલાઈ જતાં બળીને ખાક થાય છે. સમગ્ર આગની દુર્ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવે છે. જો કે, મોટા ભાગનો સામાન બળીને ખાક થઈ ગયો છે.

મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં આગ લાગી જતા રસ્તા પર ટ્રાફિક સર્જાયો હતો.
મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં આગ લાગી જતા રસ્તા પર ટ્રાફિક સર્જાયો હતો.

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રક પલટી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ નજીકની ટ્રક પલટી મારી હતી. નાસિક હાઈવે પર ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમવાતા ટ્રક પલ્ટી માર્યા બાદ રોડ સાઈડમાં આવેલા હાઈ ટેન્શન લાઈનના વીજ થાંભલા સાથે અથડાય છે. ટ્રકમાં વીજ ટ્રાન્સફોર્મર હોવાની સાથે શોર્ટ સર્કિટથી આગ લાગતાં આગની જ્વાળાઓએ ગણતરીના સમયમાં જ સમગ્ર ટ્રકમાં ફેલાઈ ગઈ હતી.

પલટી મારી ગયા બાદ ટ્રકમાં લાગેલી આગમાં કબિન સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ હતી.
પલટી મારી ગયા બાદ ટ્રકમાં લાગેલી આગમાં કબિન સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ હતી.

ટ્રાફિક સર્જાયો હતો
ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને નાસી ગયો હોવાથી જીવ બચ્યો છે. જો કે આગના કારણે આસપાસથી પસાર થતાં લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની દુર્ઘટનામાં કલાકે જેટલા સમય સુધી રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જો કે સ્થાનિક પોલીસ પણ દોડી આવતાં ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.