‘હિંમતે મર્દા તો મદદે ખુદા’:એક હાથ સંપૂર્ણ નિષ્ક્રિય હોવા છતાં સુરતની વૈશાલીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં પણ સ્ટેટ સુધી રમી ચૂક્યા છે

જો વ્યક્તિમાં લગન હોય તો તે ઈચ્છે ત્યાં પહોંચી શકે છે. સુરતના વૈશાલી પટેલે ડાબો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય હોવા છતા બેડમિન્ટન રમી તે સાબિત કરી બતાવ્યું છે. વૈશાલી પટેલની ઉંમર હાલ 35 વર્ષની છે. તેમણે એપ્રિલ દરમિયાન દુબઈ ખાતે યોજાયેલ થર્ડ ફાજા પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ 2018માં પણ એ ટુર્નામેન્ટમાં રમી ચુક્યા છે. અત્યાર સુધી 4 નેશનલ મેડલ મેળવી ચુક્યા છે. વૈશાલી પટેલ DGVCL સુરતમાં સિ.આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ નવેમ્બરમાં યોજાનાર એશિયન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યા છે.

મારી હિંમત મજબૂત ટકાવી રાખી -વૈશાલી પટેલ
હું ત્રણ વર્ષની હતી ત્યારે પોલિયોને લીધે મારો ડાબો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયો. જેમ મોટી થઈ તેમ સમજાઈ ગયું કે મેં શું ગુમાવ્યું છે. પરિવારે સપોર્ટ કરતા હિંમત આવી અને પછી તો ક્યારેય વિચાર ન આવ્યો કે હું હેન્ડિકેપ છું. માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. લોકોને મેદાનમાં રમતા જોઈને મને પણ કાયમ રમવાની ઈચ્છા થતી. મેં નવસારીમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાની શરૂ કરી. લગ્ન બાદ સુરતમાં આવી. હાલ કોચ અભિ મહેતા પાસે ટ્રેનિંગ લઈ રહી છું. મારા માટે સૌથી અઘરું એ છે કે, બીજા જે પણ ખેલાડીઓ આવે છે તેમાંથી મોટા ભાગના આંશિક હેન્ડિકેપ હોય છે, પણ મારો ડાબો હાથ તો સંપૂર્ણ નિષ્ક્રિય છે. જેથી મારે વધારે એફર્ટ નાખવાની રહે છે.

અન્ય સમાચારો પણ છે...