તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલવે દ્વારા લાંબા અંતરની ટ્રેનો શરૂ કરી દેવામાં આવ્યા બાદ હવે મેમુ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આગામી 9મી ફેબ્રુઆરીથી વડોદરા-સુરત મેમુ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ અગાઉ રેલવે દ્વારા વલસાડ-સુરત મેમુ શરૂ કરવામાં આવી હતી. હવે વડોદરા-સુરત મેમુ શરૂ થઇ જતા મુસાફરોને રાહત થઇ છે. જોકે, રેલવે દ્વારા ટ્રેનોને હજી આરક્ષિત જ રાખવામાં આવી છે. રોજે-રોજ અલગ અલગ ગંતવ્યો પર અવરજવર કરતા હજારો નોકરિયાતોને આ ટ્રેનથી કોઈ વિશેષ લાભ થશે નહિ.
પાસધારકોને રિઝર્વ પેસેન્જર ગણવામાં ન આવતા હોવાને લીધે રોજે રોજ રિઝર્વેશન કરી મેમુ ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.વડોદરા-સુરત મેમુ ટ્રેન બંને દિશામાં વિશ્વામિત્રી, મકરપુરા, વરણામા, ઈટોલા, કાશીપુરા, મિયાગામ કરજણ, લાકોદ્રા, પાલેજ, વરેડીયા, નબીપુર, ચાવજ, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, હથરુણ, કોસંબા, કિમ, કુડસદ, સાયણ, ગોથાણ, કોસાડ અને ઉત્રાણ રેલવે સ્ટેશને થોભશે. આ ટ્રેનમાં કુલ 12 કોચ હશે. ટ્રેન વડોદરાથી સવારે 5.50 વાગ્યે ઉપડશે અને 9.15 વાગ્યે સુરત પહોંચશે. આવી જ રીતે સુરતથી સાંજે 5.38 વાગ્યે ઉપડી રાત્રે 9.20 વાગ્યે વડોદરા પહોંચશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.