તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:વેડ રોડ પંડોળની સહયોગ ઈન્ડ્સ્ટ્રીઝમાં ખાડામાં ખાબકેલી ગાયનું રેસ્ક્યું કરાયું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને ગાયને ખાડામાંથી બહાર કાઢી હતી. - Divya Bhaskar
ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને ગાયને ખાડામાંથી બહાર કાઢી હતી.
  • 15 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ગાય પડી ગઈ હતી
  • ફાયરબ્રિગેડ દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

વેડ રોડ પંડોળમાં આવેલી સહયોગ ઈન્ડ્સ્ટ્રીઝના એક કારખાના નજીક ગાય ખાડામાં ખાબકી હતી. વહેલી સવારે ગાય ખાડામાં ખાબક્યા અંગે સ્થાનિકોને જાણ થતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને દોરડા બાંધી ગાયને બહાર કાઢી હતી. 

બે કલાકે ગાય બહાર નીકળી

ફાયરબ્રિગેડના અધિકારીઓે જણાવ્યું હતું કે, લગભગ 10 વાગ્યે ફાયરબ્રિગેડ જવાનો કોલ મળતાં જ સ્થળ પહોંચી ગયાં હતાં. ગાયને બહાર કાઢવા માટે જવાનો નીચે ઉતર્યા અને ગાયના શરીર પર દોરડા બાંધી દીધા હતાં. પછી ગાયને ખેંચીને રેસ્ક્યુ કરવામાં આવી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...