તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ માટે વેક્સિન લેવી પડશે, ન લેનારે મેડિકલ સર્ટીફિકેટ આપવું પડશે

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણ વિભાગે કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ માટે ગાઇડલાઇન બહાર પાડી

શિક્ષણ વિભાગે ધો.12ની સાથે કોલેજો પણ 15 જૂલાઈથી શરૂ કરવાની મંજૂરી આપી છે. જો કે, કોલેજો શરૂ થાય તે પહેલા શિક્ષણ વિભાગે ગાઇડલાઇન જાહેર કરી જણાવ્યું કે, વેક્સિન મૂકાવી હશે તે વિદ્યાર્થી કોલેજમાં આવી ઓફલાઇન એજ્યુકેશન લઇ શકશે. તે સાથે વેક્સિન મૂકાવી ન હોય અને વિદ્યાર્થીએ કોલેજ આવવું હોય તો તેણે મેડિકલ સર્ટિફિકેટ કે વેક્સિન નહીં મૂકાવવાનું કારણ લેખિતમાં કોલેજને આપવું પડશે. જે પછી કોલેજને પણ વિદ્યાર્થીનું કારણ સંતોષકારક લાગશે તો તે વિદ્યાર્થીને કોલેજ આવવા મંજૂરી આપશે.

વીર નર્મદ યુનિવર્સિટીમાં 12 જૂલાઈને સોમવારે એકેડેમિક કાઉન્સિલની મિટિંગ મળશે. જેમાં શિક્ષણ વિભાગની ગાઇડલાઇન પર ચર્ચા થશે. યુનિવર્સિટીએ ઓનલાઇન વાલીઓના સંમતિ પત્રક મેળવવાની અને વેક્સિન લીધી છે કે નહીં તેની પણ માહિતી લેવાની તૈયારી કરી છે.

કોલેજોએ આ સૂચનાઓનું પાલન કરવું પડશે

 • ઓફલાઇન એજ્યુકેશનમાં હાજરી મરજિયાત રખાય
 • ઓફલાઇન એજ્યુકેશન નહીં લેનારા વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન પણ આપવાનું રહેશે
 • ઓફલાઇન એજ્યુકેશન લેતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પત્રક મેળવવાના રહેશે
 • ક્લાસમાં 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવાના રહેશે
 • ઓડ-ઇવનથી ક્લાસ ચલાવવાના રહેશે, દા.ત. રોલ નં.1થી 30 સોમવારે આવશે તો રોલ નં. 31થી 60 મંગળવારે આવશે
 • ક્લાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે
 • ક્લાસને રોજ સેનિટાઇઝ કરવું
 • હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા રાખવી પડશે
 • કોલેજના તમામ કર્મચારીઓએ ફેશ માસ્ક પહેરવું ફરજિયાત
 • ​​​​​​​કોલેજમાં માસ્કનો સ્ટોક રાખવો.
અન્ય સમાચારો પણ છે...