તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:વેક્સિનનો સ્ટોક ઘટતા સેન્ટર પર 200ને બદલે 100ને જ રસી મુકાશે

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિન એપ પર આજની તમામ એપોઇન્ટમેન્ટ ફુલ
 • રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 1732 લોકોએ રસી ન મુકાવી

પાલિકા પાસે વેક્સિનનો જથ્થો ઓછો હોવાથી દરેક સેન્ટર પર હવે 100ને જ રસી આપવા નિર્ણય લીધો છે. શનિવારે સેન્ટરો પર 200ને રસી અપાઈ હતી. જો કે રવિવારે દૈનિક 5 હજારને જ એપોઇન્ટમેન્ટ આપી હતી. 18થી 44 વય જુથના લોકોનાં રસીકરણના બીજા દિવસે 5 હજારની એપોઈન્ટમેન્ટ સામે 4511 લોકો જ આવ્યા હતાં અને 489 ગેરહાજર રહ્યા છે.

બે દિવસમાં 1732 લોકોએ રજીસ્ટ્રેશન કરાવવા છતાં રસી લેવા આવ્યા ન હતાં. આવી સ્થિતિ રાજ્યના તમામ મોટા શહેરોમાં છે તેથી પાલિકાને રોજેરોજ પ્લાનિંગ કરવા રાજ્ય સરકારની સૂચના છે. ફ્રન્ટ લાઇન વર્કરો, હેલ્થકેર વર્કરો, 45થી વધુ ઉંમરના 12885ને રસી આપવામાં આવી છે. કોવિન એપ્લિકેશન પર સોમવારના તમામ સ્લોટ બુક થયા છે.

45 + વયજૂથમાં હજી 3 લાખે રસી નથી મુકાવી
શહેરમાં 45થી વધુ ઉંમરના નાગરિકો માટે કોરોના રસીકરણ શરૂ થયાને બે મહિનાનો સમય પૂર્ણ થયો છે. જો કે તેમ છતાં હજી પણ શહેરમાં અંદાજે 3 લાખ લોકો રસીકરણથી દૂર રહ્યા છે. તાજેતરમાં સ્થાયી સમિતિએ 45થી વધુ ઉંમરના નાગરિકોની નામ સહિતની યાદી મંગાવી હતી અને સ્થાનિક નગરસેવકો અને કાર્યકર્તાઓની મદદથી ઘરે ઘરે જઇને આ નાગરિકો રસી મુકાવે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

કુલ 4511ને રસી લીધી
​​​​​​​

ઝોનરસીકરણ
સેન્ટ્રલ ઝોન441
વરાછા-એ449
વરાછા-બી656
રાંદેર ઝોન637
કતારગામ734
લિંબાયત461
ઉધના554
અઠવા ઝોન579
કુલ4511

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો