તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં 45 વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે પાલિકાએ રસી ફરજિયાત કરી દેવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ટેક્સટાઇલ અને હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારીઓ અને કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. વેક્સિન લીધા બાદ દુકાન બહાર પહેલો ડોઝ લીધો હોવાના બોર્ડ પણ લગાવવા પડશે. જે વેપારીઓ કે કર્મચારીઓ દ્વારા વેક્સિન લેવામાં નહીં આવે તેમને કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. આ માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો પણ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે.
ટેક્સટાઇલ માર્કેટમાં સોમવારથી રસીકરણ કરશે
આ ઉપરાંત આ તમામ બજારોમાં 45 વર્ષથી ઓછીની ઉંમરના વેપારી અને કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. કાપડના 22 ટેક્સટાઇલ માર્કેટમાં વેક્સિન સેન્ટર પણ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે. સોમવારથી અહીં ટેસ્ટ અને વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવશે.તમામ સ્થળોએ સુરત મહાપાલિકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરાશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરતાં જણાય તો હુકમનો અનાદર કરનારની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ -૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એકત-૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કાપડ બજારમાં આ સ્થળેથી રસી મુકાવી શકાશે
ફરજિયાત રસીનો નિયમ કોને લાગુ પડશે
સુરત શહેરના તમામ દુકાનદારો, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ માર્કેટ, હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારી-કર્મચારીને લાગુ પડશે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.