તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:વેક્સિન અભિયાન સૌને સ્વાવલંબનની ગર્વભેર લાગણી અપાવે છે: સુરેન્દ્ર છેડા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના વૅક્સિન આવી ગઈ છે ત્યારે વધુમાં વધુ લોકો વેક્સિનેશનમાં ભાગ લે તે માટે દિવ્ય ભાસ્કર અને અમૃત ફેશન દ્વારા શહેરમાં અલગ અલગ 3 જગ્યાએ 25 ફુટ ઊંચી અને4 ફુટ પહોળી સિંરિંજ ગોઠવવામાં આવી છે. આ વિશે અમૃત ફેશનના સુરેન્દ્ર ભાઈ છેડાએ જણાવ્યું હતું કે દેશમાં સ્વદેશી વેક્સિનથી શરૂ થયેલ અભિયાન આપણા હિત અને સ્વાસ્થ્ય માટે દેશના વૈજ્ઞાનિકોનો સફળ પ્રયોગ છે જે આપણને સૌને સ્વાવલંબનની ગર્વભેર લાગણી તો અપાવે જ છે સાથે સાથે કોરોનાની મહામારીને નાથવા એક સલામત વાતાવરણ ઊભું કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ઘણા લોકો એવી અફવામાં સપડાયેલા છે કે વેક્સિન સલામત નથી પરંતુ ઘણા વૈજ્ઞાનિકોએ રિસર્ચ પછી આ વેક્સિન એનાયત કરી હોય, જેને વર્લ્ડ હેલ્થ એસોસિએશન એ પણ સંમતિ આપી હોય તે હાનિકારક ન જ હોય શકે. આપણે શીતળા કે પોલિયોની રસી મૂકાવતા ત્યારે પણ ઝીણો તાવ આવતો તો અહીંયાં કોરોનાની વેક્સિનમાં પણ ઝીણો તાવ રહેવો એ ખૂબ સહજ ઘટના છે અને એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો