નિર્ણય:બે લાખના રેકોર્ડ બાદ હવે બે દિવસ વેક્સિનેશન બંધ રહેશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનંત ચૌદશે ગણેશ વિસર્જનથી રસીકરણ પર બ્રેક લાગશે

એક દિવસમાં 2.05 લાખનું રેકોર્ડબ્રેક વૅક્સિનેશનથી રાજ્યમાં અવ્વલ આવનાર સુરત પાલિકાએ બે દિવસ વૅક્સિનેશન પર બ્રેક મારી છે. વેક્સિનેશન શનિવારે બંધ રહ્યું હતું .રવિવારે અનંત ચૌદસ ગણેશ વિસર્જન હોવાથી વેક્સિનેશન બંધ રહેશે. સોમવારથી ચાલુ થઈ શકે છે. પ્રથમ ડોઝના 93 ટકા અને બીજા ડોઝનો 42 ટકા ટાર્ગેટ એચિવ કરાયો છે.

શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટિવ, 5 દર્દી સાજા થતા રજા અપાઈ
શહેરમાં 3 કેસ સાથે શનિવારે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143676 થઈ ગઈ છે. શનિવારે શહેર-જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 છે. શનિવારે શહેરમાંથી 5 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 141492 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ગુરૂવારે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 69 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...