તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સોમવારથી બપોરે 3 વાગ્યા પછી સ્પોટ રજિસ્ટ્રેશનથી રસી મુકાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવે 18+ માટે સેન્ટર પર જ નોંધણી થઈ શકશે
  • કેન્દ્રો 144થી વધારી 207 કરવામાં આવ્યા

સોમવારે 21 જૂનથી 18થી 44 સહિતના વય જૂથમાં કોરોના વેક્સિન માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ થશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી બપોરે 3 વાગ્યા પછી રસી માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન થકી રસીની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. શહેરના 144 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે. જે પૈકી 100 સેન્ટર પર 18થી 44 વય જૂથનું રસીકરણ થાય છે. સોમવારથી રસીકરણ સેન્ટરની સંખ્યા 207 કરવામાં આવશે. રસીકરણ બમણું કરવા વિચારણા ચાલી રહી છે.

શહેરમાં શુક્રવારે 20929 લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું. જેમાં પાલિકાના સેન્ટરમાં 19886 લોકોએ રસી મુકાવી હતી. જેમાંથી 19016એ પ્રથમ અને 870એ સેકેન્ડ ડોઝ લીધો હતો. સેન્ટ્રલ ઝોનમાં 2217, વરાછા-એમાં 3169, વરાછા-બીમાં 2330, રાંદેરમાં 2402, કતારગામમાં 2750, લિંંબાયતમાં 2221, ઉધનામાં 2824, લિંબાયતમાં 1973 લોકોએ વેક્સિન મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...