તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી ખૂટી પડી:વેક્સિનનો પર્યાપ્ત જથ્થો નહીં હોવાથી 18+માં રસીકરણ 50% ઘટાડી દેવાયું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અડાજણમાં વેક્સિનેશન અડધો કલાક લેટ શરૂ થતાં હોબાળો - Divya Bhaskar
અડાજણમાં વેક્સિનેશન અડધો કલાક લેટ શરૂ થતાં હોબાળો
  • દરેક રસી કેન્દ્ર પર રોજના 100ના બદલે 50 લોકોને રસી અપાય છે
  • પહેલો અને બીજો ડોઝ લેનારાની સંખ્યા વધતા રસી ખૂટી પડી

વેક્સિનનો મર્યાદિત સ્ટોક હોવાથી પાલિકાએ 18થી 44 વય જૂથનાનું રસીકરણ 50 ટકા ઘટાડયું છે. પહેલા પ્રતિ દિવસ 5 હજારનું વેક્સિનેશન થતું હવે માત્ર 2500નું જ થાય છે. પાલિકા તંત્ર જણાવે છે કે, 1 એપ્રિલથી 45થી વધુ ઉંમરનાનું રસીકરણ શરૂ થયું હતું. હવે બીજા ડોઝનો સમય આવી ગયો છે.બીજો ડોઝ સરળતાથી મળે તે માટે 18થી 44 વય જૂથમાં રસીકરણ ઘટાડ્યું છે. હાલમાં દરેક રસી કેન્દ્ર પર રોજના 100ના બદલે 50 લોકોને રસી અપાય છે.

1થી 10 મે સુધીના આંકડા

તા.ડોઝ
18749
24511
34609
410557
55281
65368
72425
82401
92291
102444

અડાજણના ઇશિતા પાર્ક સોસાયટીમાં વેક્સિન સેન્ટર પર એવી ફરિયાદ ઉઠી હતી કે, વધારે લોકોને મેસેજ મોકલી અપાતા ડોઝ ખુટી જતાં લોકો રોષે ભરાયા હતા. પરંતુ આ અંગે રાંદેર ઝોનના અધિકારી ડો.ગરાસિયાએ કહ્યું કે, અડધો કલાક લેટ કામગીરી શરૂ થતા રાહ જોવાનું કહેતા હોબાળો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...