તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ પર ફરી બ્રેક:આજે ફરી વેક્સિનેશન બંધ, ઉદ્યોગગૃહોના કર્મીઓને CSR હેઠળ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા આદેશ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે ખાનગી હોસ્પિટલ મળી 18,308 લોકોને રસી આપવામાં આવી
  • વેક્સિન મળી જશે એવી આશાએ ઘણા લોકો વહેલી સવારે રસી કેન્દ્રો પર પહોંચી જાય છે

વેક્સિનેશનની અછત વચ્ચે બુધવારે ફરી રસીકરણ પર તંત્રએ બ્રેક મારવી પડી છે. ગત અઠવાડિયે પણ વેક્સિનેશન બંધ રાખવામાં આવતાં લોકો અટવાયા હતા. બુધવારે ફરી તેવી જ સ્થિતિનું નિર્માણ થશે. ઉદ્યોગગૃહોના કર્મીઓએ CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા આદેશ કરાયો છે.

લોકોમાં વેક્સિનેશન અંગે જાગૃતિ વધી છે પરંતુ રસીના અભાવે માંડ 16-17 હજારને જ રસી આપવામાં આવી રહી છે. પાલિકા પાસે રસીનો પૂરતો સ્ટોક નથી ત્યારે 25 ટકા રસી ખાનગી હોસ્પિટલને સરકારના આદેશ પ્રમાણે ફાળવવામાં આવે છે. આ રસીનો મહત્તમ ઉપયોગ ઔદ્યોગિક એકમો-ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી-કારીગરો માટે કરવાની ગણતરી છે. કેમ કે, ઔદ્યોગિક-ઇન્ડસ્ટ્રીઝે ફરજિયાત તેમના કામદારો માટે ખાનગીમાં રસીકરણ કરાવવાનું છે. પરંતુ પાંડેસરા સહિતના વિસ્તારોમાં કામદારો અને સ્ટાફ પાલિકાના સેન્ટરો પર વહેલી સવારે રસી લેવા પહોંચે છે.

ખાનગીમાં 176 લોકોએ સ્પુટનિક લીધી
મંગળવારે ખાનગી હોસ્પિટલ સહિત કુલ 18,308ને રસી મુકાઈ છે. તેમાં પ્રથમ ડોઝ 10,049 અને બીજો ડોઝ 8259ને અપાયો છે. કોવિશિલ્ડ રસી 16,705, કોવેક્સિન-703, સ્પુટનિક-176 અને ખાનગીમાં કોવિશિલ્ડ રસી 724એ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...