શહેરમાં કોરોના કાબૂમાં આવી જતા સરકારે તમામ પ્રતિબંધો હટાવી લેતા લોકો લાપરવાહ થઇ ગયા છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થઇ રહ્યું નથી અને હવે રસીકરણ ઉપર તેની સીધી અસર પડી છે. ખાસ કરીને બીજા ડોઝનો સમય થઇ ગયો હોય તેવા લોકો રસી લઈ રહ્યા નથી. શહેરમાં દૈનિક 1200થી 2 હજાર લોકો જ સેકન્ડ ડોઝ મુકાવવા જઇ રહ્યા છે. જ્યારે સેકન્ડ ડોઝને પાત્ર ધરાવતા 3.30 લાખથી વધુ લોકો છે. પાલિકાએ આ તમામ લોકોને રસી મુકાવી લેવા અપીલ કરી છે.
સેકન્ડ ડોઝ | |
તા. | રસીકરણ |
27 | 1873 |
28 | 4958 |
1 | 2076 |
2 | 4039 |
3 | 4951 |
4 | 2208 |
5 | 1849 |
6 | 1219 |
7 | 2074 |
72 દિવસ પછી સિવિલ-સ્મીમેરમાં કોરોનાના દાખલ દર્દીની સંખ્યા 0
72 દિવસ બાદ સોમવારે સિવિલ અને સ્મીમેર કોરોના દર્દીઓથી મુક્ત થઈ હતી. સોમવારે બંને હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ ન હતો. ગઈ 14 ડિસેમ્બરે દાખલ દર્દીઓની સંખ્યા 0 નોંધાઈ હતી. શહેરમાં 2 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર-જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 2 કેસ સામે આવ્યા છે. જેની સામે શહેરમાંથી 4 અને જિલ્લામાંથી 5 દર્દીઓ સાજા થયા છે. સોમવારે મહુવાના નલધરાના 67 વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મોત નિપજ્યું હતું. વૃદ્ધે વેક્સિનનો એક ડોઝ લીધો હતો. સોમવારે શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 26 નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.