તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડફ્લુ:1 દિવસમાં 8 હજાર મરઘાંના બચ્ચાને રસીકરણ

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોઈલરમાં લક્ષણ દેખાયા, દેશી મરઘીમાં નહીં

મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ બર્ડફ્લૂએ દસ્તક દીધી છે ત્યારે પોલ્ટ્રીફાર્મમાં મરઘીના બચ્ચાઓને વેક્સિનેશન આપવાનું શરૂ કરાયું છે. નવાપુર બાદ ગુજરાત બોર્ડર પર ઉચ્છલમાં જે કેસ નોંધાયા છે તે બોઈલર મરઘીઓમાં જોવા મળી રહ્યા છે. દેશી મરઘીમાં આ રોગ દેખાયો નથી. મરઘીના બચ્ચાને એક આંખમાં એક ડ્રોપ આપવામાં આવે છે જેનાથી ભવિષ્યમાં તેને બર્ડફ્લૂ અથવા રાણીખેત રોગથી બચાવી શકાય. વેક્સિનેશનમાં એક બચ્ચા પાછળ રૂ.3 નો ખર્ચ કરાશે. દ. ગુ. માં આવેલા દેશી મરઘાના તમામ પોલ્ટ્રીફાર્મમાં વેક્સિનેશન કરાઈ રહ્યું છે.

ચેપ અટકવવા રસી મુકાઈ
સુરતના રહીશ અને અનાવલમાં માઉલી પોલ્ટ્રી ફાર્મના માલિક રજનીકાંત શિરભાટે કહ્યું કે, બર્ડફ્લૂ દેશી મરઘીમાં નહીં પણ બોઈલરમાં જોવા મળે છે. ચેપ ન લાગે તે માટે બચ્ચાને રસી અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો