કોરોના વેક્સિનેશન:ત્રીજા દિવસે 15થી 18 વયજૂથના 33111 કિશોરોનું વેક્સિનેશન

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ દિવસમાં 88,389 કિશોરોને રસી મુકાઈ
  • મંગળવાર કરતા​​​​​​​ રસીકરણમાં 4 હજારનો વધારો થયો

15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના વેક્સીનેશન ડ્રાઈવના ત્રીજા દિવસે સુરત શહેરમાં 33111 કિશોરોએ ઉત્સાહભેર રસી મૂકાવી હતી. ગઇકાલની સરખામણીમાં કિશોરોના રસીકરણમાં 4 હજારનો નોંધપાત્ર વધારો થયો છે. આવતીકાલે ગુરુવારે શહેરના 140થી વધુ સ્કૂલોના સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત ત્રીજા દિવસે અંદાજિત 141 થી વધુ સકૂલોના રસીકરણ સેન્ટરો પર 15 થી 18 વર્ષ વય જૂથના કુલ 33111 કિશોરોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 6209 કિશોર-કિશોરીઓને રસી મૂકાઈ છે.

અન્ય સમાચારો પણ છે...