• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vaccination Intensified At Festival, Second Dose Completed In 58% Of People, Vaccination Will Be Given At 142 Centers Today

કોરોના સુરત LIVE:સિટીમાં 3 અને જિલ્લામાં એક પણ કેસ નહીં, પોઝિટિવનો આંક 143925 થયો, વધુ 4 દર્દી ડિસ્ચાર્જ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશનના બન્ને ડોઝ નાગરિકોને મળી રહે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વેક્સિનેશનના બન્ને ડોઝ નાગરિકોને મળી રહે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામા ઘટીને 65 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. આજે શહેરમાં 3 અને જિલ્લામાં વધુ 0 કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. 58 ટકા લોકોમાં વેક્સિનનો બીજો ડોઝ પણ પૂર્ણ થઈ ગયો છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143925 થઈ
શહેરમાં 03 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 03 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143925 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 03 અને જિલ્લામાંથી 01 સહિત 04 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141744 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 65 થઈ છે.તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે.

સેકન્ડ ડોઝની કામગીરી પણ 58 ટકા જેટલી પૂર્ણ
શહેરમાં 23.57 લાખ લોકોનો સેકન્ડ ડોઝનો ડ્યૂ થઇ ગયો હતો. જેમાંથી 19.87 લાખ લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ મુકાવી દીધો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 56 લાખ લોકોનું રસીકરણ થઇ ગયું છે. પ્રથમ ડોઝની કામગીરી 105 ટકા તો બીજી તરફ સેકન્ડ ડોઝની કામગીરી પણ 58 ટકા જેટલી પૂર્ણ કરી લેવામાં આવી છે.

142 રસીકરણ સેન્ટર જાહેર
આજે 29 કોવિશિલ્ડ રસીકરણ કેન્દ્ર પર પ્રથમ ડોઝ અને 87 કેન્દ્ર પર બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોવિન પોર્ટલ પર ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે અલગથી 7 સેન્ટર, કોવેક્સિનના 17 સેન્ટર અને વિદેશ જતા નાગરિકો માટે 2 સેન્ટર કાર્યરત રહેશે. રસીકરણ કેન્દ્રની યાદી પાલિકાની વેબસાઇટ પરથી શહેરીજનો મેળવી શકે છે.