તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રસીકરણ 12 હજારથી ઘટી 4 હજાર થયું, 18+ને જ 3 દિવસ રસી મુકાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારથી નવા શિડ્યુલ પ્રમાણે રસી આપવામાં આવશે

45 વર્ષથી વધુના લોકો અને હેલ્થ કેર-ફ્રન્ટ લાઈન વર્કરને શુક્રવારથી ત્રણ દિવસ રસીકરણ પર બ્રેક લાગી છે. માત્ર 18થી 44 વર્ષના વય જૂથના લોકોને જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. શુક્રવારે કુલ 4653 લોકોને જ રસી મુકાઈ છે. પાલિકાના રસીકરણમાં દૈનિક 12થી 13 હજાર લોકો રસીનો લાભ લેતાં હતાં પરંતુ બ્રેક લાગતાં આ આંકડો ઘટીને માંડ 4653 થયો છે.

સોમવારથી નવા શિડ્યુલ પ્રમાણે રસી આપવામાં આવશે.કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12થી 16 અઠવાડિયાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેક્સિનેશન રિ-શિડ્યુલ કરવામાં આવશે. જેના પગલે શુક્રવારથી ત્રણ દિવસ વેક્સિનેશનની કામગીરી મોકૂફ રાખવાની સૂચનાને પગલે મહાનગરપાલિકાએ વેક્સિનેશનની કામગીરી પર બ્રેક મારવી પડી છે. પરંતુ 18થી 44 વર્ષના લોકોને એપોઇન્ટમેન્ટ અપાઈ છે અને જેને એસ.એમ.એસ મળ્યા હોય તેમના માટે જ ત્રણ દિવસ રસીકરણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...