કોરોના સુરત LIVE:ઓમિક્રોનના ખતરા વચ્ચે રસીકરણ અભિયાન તેજ કરાયું, આજે 157 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં તમામ નાગરિકોને વેક્સિન મળી રહે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
શહેરમાં તમામ નાગરિકોને વેક્સિન મળી રહે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 47 થઈ

સુરતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ જતાં પાલિકા સતર્ક બની છે. ઓમિક્રોનના સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. વેક્સિન તમામ લોકોને મળી રહે તે માટે પાલિકા દ્વારા આજે 157 સેન્ટર શરૂ રાખવામાં આવ્યાં છે.

પોઝિટિવ કેસનો આંક 1,44,152 પર પહોંચ્યો
શહેરમાં બુધવારે વધુ 06 અને જિલ્લામાં 00 કેસ સાથે કુલ 06 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,152 થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી 06 દર્દીઓ અને જિલ્લામાંથી 01 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,41,988 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 47 થઈ છે.

રસીકરણની કામગીરી તેજ કરાઈ
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના પ્રથમ ડોઝ માટે 45 સેન્ટર અને બીજા ડોઝ માટે 99 સેન્ટર શરૂ કરાયા છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે 11 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પણ અલગથી 2 સેન્ટર યથાવત રખાયા છે. જેથી કુલ 157 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...