વેક્સિનેશન અભિયાન:119 ગણેશ મંડપોમાં વેક્સિનેશન ઝુંબેશ 5200 શ્રદ્ધાળુઓએ પ્રિકોશન ડોઝ લીધો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશોત્સવમાં વેક્સિનેશન અભિયાન ચલાવવા પાલિકાને મંડળોએ માંગ કરી હતી

શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન કોરોના પ્રતિરોધક વેક્સિનેશન ઝુંબેશને પણ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ગણેશ મંડપમાં પૂજા-અર્ચના અને દર્શન માટે આ‌વી રહેલા શ્રદ્ધાળુઓને વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરભરના 119 ગણેશ મંડળોમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લાં પાંચ દિવસો દરમિયાન 119 ગણેશ મંડપોમાં અત્યાર સુધી કુલ 5200 ગણેશ ભક્તોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

મહાનગર પાલિકાએ સોમવારથી આ ગણેશ મંડપોમાં વેક્સિનેશનના સમયમાં પરિવર્તન કર્યું છે. આ પહેલાં સવારે 8થી 11 કલાક સુધી રસીકરણક કરવામાં આવતું હતું. હવે સાંજે 4થી રાત્રે 8 કલાક સુધી વેક્સિનેશન અભિયાન ચાલુ રખાશે. કોરાેનાના બે વર્ષ બાદ શહેરમાં ભારે ઉત્સાહના વાતાવરણમાં ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે પાલિકાએ સાવધાનીના ભાગરૂપે ગણેશ મંડપોમાં વેક્સિનેશનનની વ્યવસ્થા કરી છે. જેના માટે 119 ગણેશ મંડળોએ પાલિકા પાસે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...